નવી દિલ્લી: સેંટ્રલ ઈટલીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગ અનુસાર ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. હાલ એ સ્પષ્ટ નથી કે ભૂકંપના જટકાઓથી કેટલું નુકશાન થયું છે. આ ભૂકંપનું કેંદ્ર ઈટલીના પરેજીયા શહેરની દક્ષિણ ઉત્તરમાં હતું. આ ભૂકંપના ઝટકાઓ 350 કિલોમીટર દૂર સ્થિત રાજધાની રોમમાં પણ અનુભવાયા હતા.  પહેલા 26 ઓક્ટોબરના પણ બે વખત ભૂકંપ આવ્યો હતો, જેમાં આશરે 300 લોકોના મૃત્યું થયા હતા.