ફિલિપિન્સમાં આજે રિક્ટર સ્કેલ 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7. 0 છે અને તે દરિયાની નીચે 95.8 કિલોમીટર અને સાઉથ પોનડાગીટનથી 230 કિલોમીટર દૂર નોંધાયો છે. આ માહિતી યુએસ જીયોલોજિકલ સર્વેએ આપી હતી.



સ્થાનિક મીડિયાની રિપોર્ટ અુસાર, ફિલિપિન્સના પ્રમુખ કોમર્શિયલ સેન્ટર ડેવાઓના રહેવાસીઓએ પણ ઘરતી ધ્રુજવાનું અહેસાસ કર્યો. અત્યાર સુધી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર સામે નથી આવ્યા.

ઉલ્લેખનીય છે કે 7 રિક્ટર સ્કેલથી ઉપરના ભૂકંપમાં જાનમાલના નુકસાનની પૂરી શક્યતાઓ રહે છે. આટલી તીવ્રતા પર બિલ્ડિંગ પર ધ્વસ્ત થવાની સંભાવના રહે છે. આ પહેલા ઈન્ડોનેશિયામાં આવેલા 6.2ની તીવ્રતાના ભૂકંપના કારણે 34 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.