ઇરાકની સેનાએ જણાવ્યુ કે આત્મઘાતી હુમલાખોરોએ સેન્ટ્રલ બગદાદના તાયરાન સ્ક્વેરના વ્યસ્ત માર્કેટમાં ખુદને ઉડાવી લીધો, આમાં કેટલાય લોકોના મોત થઇ ગયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ રૉયટર્સે કહ્યું કે, ઓછામાં ઓછા 13 લોકોની આ વિસ્ફોટમાં મોત થઇ ગયા છે. તેમને જણાવ્યુ કે મૃતકોની સંખ્યા વધી શકે છે, કેમકે ઘાયલોમાં કેટલાક લોકોની સ્થિતિ એકદમ ગંભીર છે.
ઇરાકની રાજધાનીમાં છેલ્લા ખતરનાક આત્મઘાતી વિસ્ફોટ જાન્યુઆરી 2018માં થયો હતો. તાયરાન સ્ક્વેરમાં પણ થયો હતો. આમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થઇ ગયા હતા.