Earthquake in Afghanistan: બુધવારે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના જોરદાર આંચકાને કારણે લગભગ 250 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. રોયટર્સ અનુસાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે એકસો ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે.
બીબીસીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે મૃત્યુઆંક અઢીસોથી વધુ હોઈ શકે છે, જ્યારે એકસો પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ દક્ષિણ-પૂર્વીય શહેર ખોસ્ટથી લગભગ 44 કિલોમીટર (27 માઇલ) દૂર આવ્યો હતો. રોયટર્સે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે આંચકા પાકિસ્તાન અને ભારતમાં 500 કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા.
કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના મોત, 90ને પાર પહોંચ્યો મોતનો આંકડો
કેદારનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો શરૂ છે. દરરોજ યાત્રા માર્ગમાં શ્રદ્ધાળુના મોત કેદારનાથ યાત્રામાં ચિંતાનો વિષય બન્યો છે. બુધવારે કેદારનાથ ધામના દર્શન કરીને ગૌરીકુંડ પરત ફરી રહેલા રાજસ્થાનના બે તીર્થયાત્રીઓ પર પથ્થર પડતાં ઘાયલ થયા હતા. સ્થળ પર હાજર એનડીઆરએપ અને એસડીઆરએફની ટીમ દ્વારા બંને ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા. બંનેની તપાસ બાદ ડોક્ટોરોએ પતિને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પત્નિ હોસ્પિટલમાં દાખળ છે. રામબાડા વિસ્તારમાં ડોક્ટરોએ બેહોશ વ્યક્તિને મૃત જાહેર કર્યો. યાત્રા દરમિયાન મૃતકોનો આંકડો 90ને પાર થઈ ચુક્યો છે.
કેદારનાથ યાત્રામાં બે તીર્થયાત્રીઓના મોત થયા હતા
પ્રથમ ઘટનામાં મૃતકનું નામ લહેરી લાલ છે, જેઓ રાજસ્થાનનો રહેવાસી છે. પતિ-પત્ની બંને કેદારનાથ યાત્રાથી તેમના 10 સભ્યોના ગ્રુપમાંથી ગૌરીકુંડ પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થર પડ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને માહિતી મળી કે રામબાડા વિસ્તારમાં એક વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. માહિતી મળતાની સાથે જ DDRF ચોકી ભીમબાલી લઈ ગયા હતા. ડૉક્ટરે બેભાન વ્યક્તિને મૃત જાહેર કર્યો. આ વ્યક્તિની ઓળખ દિલ્હીના રહેવાસી રામચંદ્ર ભારદ્વાજ તરીકે થઈ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે આ વાત જણાવી
આ ઘટના અંગે માહિતી આપતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે બુધવારે હથિની ગદેરે પાસે કેદારનાથ યાત્રા પર બે યાત્રિકો પર પથ્થર પડતાં એક તીર્થયાત્રીનું રેસ્ક્યુ અને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. વ્યક્તિને બચાવીને ગૌરીકુંડ લાવવામાં આવ્યો હતો. તેના બેભાન હોવાની માહિતી મળતાં SDRF અને NDRFની ટીમ તેને બચાવવા પહોંચી હતી. ડોક્ટરોએ તપાસ બાદ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચોઃ
Kedarnath Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના મોત, 90ને પાર પહોંચ્યો મોતનો આંકડો