Earthquake In Afghanistan: અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી (National Centre for Seismology) અનુસાર, આજે સવારે 4.1 તીવ્રતાનો ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 101 કીમી દક્ષિણમાં અનુભવાયો.


જોકે, ભૂકંપથી કોઇને નુકશાન થવાની ખબર નથી. આ પહેલા ગુરુવારે સવારે (9 માર્ચે) પણ ભૂકંપના ઝટકા અનુભવયા હતા. થોડાક દિવસો પહેલા ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી, આ દરમિયાન પણ ભૂકંપમાં કોઇપણ નુકશાન ન હતુ થયું. 






સતત ભૂકંપથી અફઘાનિસ્તાન ધ્રુજી રહ્યું છે - 
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલયા દિવસોથી અફઘાનિસ્તાનમાં સતત ભૂકંપના ઝટકા અનુભવાઇ રહ્યાં છે. ગયા મંગળવારે પણ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી હતી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર, મંગળવારે આવેલા ભૂકંપની તીવ્રતા 4.1 હતી, વળી, 2 માર્ચે પણ આવેલા ભૂકંપની તીવ્રતા 4.1 હતી. આ દરમિયાન પણ કોઇપણ પ્રકારનું જાનહાનિ કે માલહાનિ ન હતી થઇ. 


Earthquake : ભારત માથે તોળાતુ ગંભીર સંકટ, આ 20 વિસ્તારોમાં 8ની તિવ્રતાના વિનાશક ભૂકંપની શક્યતા


Earthquake In India : તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકો ભવિષ્યને લઈને આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ હિમાલયમાં એવા 20 વિસ્તારોનો અંદાજ લગાવ્યો છે, જ્યાં 8 કે તેથી વધુ રિએક્ટર સ્કેલનો ધરતીકંપ ગમે ત્યારે આવી શકે છે. 5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપના કારણે અહીંની ઈમારત હલી જાય છે. આ સ્થિતિમાં જો 8ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેનાથી થનારા નુકસાનની આપણે કલ્પના પણ ના કરી શકાય. તુર્કીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.9 હતી.


સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આરજે પેરુમલના જણાવ્યા અનુસાર, હિમાલયના લગભગ 2000 કિલોમીટરના વિસ્તારમાં અને ભારતમાં લગભગ અડધો ડઝન વિસ્તારોમાં મોટા ભૂકંપની સંભાવના ધરાવતા 20 વિસ્તારો હોઈ શકે છે. 


આવા ભૂકંપની સંભાવના ઉત્તરાખંડના રામનગર, હિમાચલ પ્રદેશના કાંગડા અને આસામ પ્રદેશમાં સૌથી વધુ છે. તેનું કારણ એ છે કે, આ વિસ્તારોની ધરતીની નીચે તણાવ ચાલી રહ્યો હોવા છતાં ઊર્જા બહાર આવી શકતી નથી. ડૉ. પેરુમલ કહે છે કે, વર્ષ 1255માં રામનગર વિસ્તારમાં આઠથી નવ રિએક્ટરનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ અહીં કોઈ મોટો ભૂકંપ નોંધાયો નથી.


તેવી જ રીતે વર્ષ 1255માં નેપાળમાં ભૂસ્તરશાસ્ત્રીય બંધારણ સાથે ખૂબ જ શક્તિશાળી ભૂકંપ (8.0 થી 9.0) આવ્યો હતો. 1831, 1934 અને 2015માં ભારે ભૂકંપ આવી ચુક્યા છે. હિમાચલના કાંગડા જે સમાન સૂક્ષ્મ ભૂકંપના પટ્ટામાં આવે છે તેણે 1905ના ભૂકંપ (રિક્ટર સ્કેલ પર 7.8) પછી કોઈ ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. દેશના મધ્ય નેપાળ અને આસામ પ્રાંત પણ એક પટ્ટામાં આવે છે. અહીં ટૂંકા અંતરાલમાં નાના ધરતીકંપો તેમજ મોટા ધરતીકંપો આવે છે. નેપાળમાં વર્ષ 1255ના ભૂકંપને બાદ કરતાં છેલ્લા ત્રણ મોટા ભૂકંપનો સમયગાળો 51 થી 81 વર્ષનો હતો અને આ જ માર્ગના આસામમાં છેલ્લા 2 મોટા ભૂકંપ 51 થી 81 વર્ષની વચ્ચે આવ્યા છે.