આ પહેલાં 5મી જાન્યુઆરીના રોજ પણ બગદાદના ગ્રીન ઝોનમાં ઇરાન સમર્થન મિલિશિયાએ કત્યુશા રોકેટ દાગ્યા હતા. કેટલાંક રોકેટ અમેરિકન દૂતાવાસની અંદર પણ પડ્યા હતા. સમાચાર એજન્સી રૉયટર્સના મતે હુમલાના સમયે ગ્રીન ઝોનની અંદર સાયરન વાગી રહ્યું હતું. પોલિસે કહ્યું કે એક રોકેટ અમેરિકન દૂતાવાસથી લગભગ 100 મીટરના અંતર પર પડ્યું છે.
ઇરાકી સેનાએ કહ્યું કે ગ્રીન ઝોનની અંદર બે કત્યુશા રોકેટ પડ્યા છે પરંતુ કોઇને નુકસાન થયું નથી. સમાચાર એજન્સી રોયટર્સના મતે બગદાદમાં સાયરનની સાથે બે જોરદાર ધડાકાના અવાજ આવ્યા. હાલ કોઇએ પણ હુમલાની જવાબદારી લીધી નથી. આપને જણાવી દઇએ કે આની પહેલાં બુધવાર વહેલી સવારે ઇરાને ઇરાકમાં આવેલા અમેરિકન સેના કેમ્પમાં 22 બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો.
ઇરાને તેના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકન ડ્રોન હુમલામાં મોતનો બદલો ગણાવ્યો હતો. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે હુમલામાં કોઇ અમેરિકનનો જીવ ગયો નથી. આ દરમ્યાન ટ્રમ્પે ઇરાનને શાંતિની રજૂઆત કરતાં કહ્યું હતું કે અમેરિકા એ તમામની સાથે શાંતિ માટે તૈયાર છે, જે શાંતિ ઇચ્છે છે. હું જ્યાં સુધી રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી નહીં આપું. અમે ઈરાન પર નવા પ્રતિબંધ લગાવીશું. સુલેમાનીને તો પહેલા જ મારી દેવો જોઈતો હતો. તે અમેરિકા પર હુમલો કરવાની ફિરાકમાં હતો. આભારના બદલે તેઓ ડેથ ટુ અમેરિકા બોલી રહ્યા છે.
સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખ
દિલ્હીઃ પટપડગંજ વિસ્તારમાં ફૅક્ટરીમાં લાગી આગ, એકનું મોત, ફાયરબ્રિગેડની 35 ગાડી ઘટના સ્થળ પર
રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવ