Cardiovascular Disease: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સમગ્ર વિશ્વમાં હૃદય રોગ (Heart Attack)ના વધતા જોખમને લઈને એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. ડબ્લ્યુએચઓ (WHO) અનુસાર, યુરોપમાં દરરોજ લગભગ 10,000 લોકો હૃદય રોગ (Heart Attack)થી મૃત્યુ પામે છે, જેનો અર્થ થાય છે કે વાર્ષિક 4 મિલિયન લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુ યુરોપમાં કુલ મૃત્યુના 40% માટે જવાબદાર છે! એટલે કે દર વર્ષે 40 લાખ લોકો મૃત્યુ પામે છે.


WHO યુરોપના ડિરેક્ટર હંસ ક્લુગે જણાવ્યું હતું કે, "મીઠા (Salt)ના સેવનને 25 ટકા ઘટાડવા માટે લક્ષિત નીતિઓનો અમલ કરવાથી 2030 સુધીમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી થતા આશરે 9 મિલિયન મૃત્યુને અટકાવી શકાય છે."


યુરોપમાં, 30 થી 79 વર્ષની વયના ત્રણમાંથી એક પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશર (blood pressure)થી પીડાય છે, જે મુખ્યત્વે વધુ મીઠા (Salt)ના સેવનને કારણે થાય છે. WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) યુરોપીયન પ્રદેશના 53 માંથી 51 દેશોમાં, સરેરાશ દૈનિક મીઠા (Salt)નું સેવન WHOએ ભલામણ કરેલ 5 ગ્રામ (એક ચમચી) કરતાં વધી જાય છે. તેનું કારણ પ્રોસેસ્ડ ફૂડ અને નાસ્તામાં મીઠા (Salt)નો વધુ પડતો ઉપયોગ છે.


WHOએ કહ્યું, "વધુ પ્રમાણમાં મીઠું લેવાથી બ્લડ પ્રેશર (blood pressure)માં વધારો થાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે મોટું જોખમ છે." વિશ્વમાં યુરોપમાં હાયપરટેન્શનનો સૌથી વધુ વ્યાપ છે. ડબ્લ્યુએચઓ (WHO) યુરોપના અહેવાલ મુજબ, આ પ્રદેશમાં પુરુષોમાં સ્ત્રીઓ કરતાં હૃદયની બીમારીઓથી મૃત્યુ થવાની સંભાવના લગભગ 2.5 ગણી વધારે છે.






પૂર્વી યુરોપ અને મધ્ય એશિયામાં પશ્ચિમ યુરોપ કરતાં નાની ઉંમરે (30-69 વર્ષ) હૃદયરોગ (Heart Attack)થી મૃત્યુ થવાની શક્યતા પાંચ ગણી વધારે છે. આ માહિતી પરથી આપણે સમજીએ છીએ કે મીઠા (Salt)નું સેવન ઓછું કરવા માટે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. મીઠું ઓછું ખાવાથી આપણે આપણી જાતને અને આપણા પરિવારને હૃદયની બીમારીઓથી બચાવી શકીએ છીએ.