ભારત પ્રવાસ પર ઇવાંકા બીજી વખત આવી હતી. આ દરમિયાન તેણે બ્લૂ એંડ રેડ કલરનો મિડી ફ્લોરલ પ્રિંટ ડ્રેસ પહેર્યો હતો. ખાસ વાત એ છે કે, ઇવાંકાની આ ડ્રેસ અંદાજે એક વર્ષ જૂનો છે. ઇવાંકા વર્ષ 2019માં પણ આ ડ્રેસ પહેરેલ જોવા મળી હતી. વિતેલા વર્ષે આર્જેન્ટીના પ્રવાસ દમરિયાન તેણે આ ફ્રોક સૂટ પહેર્યો હતો.
ઇવાંકાએ વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં આ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત અંદાજે 1,71,331 રૂપિયા (2385 અમેરિકન ડોલર) હોવાનું કહેવાય છે. ઇવાંકા અમદાવાદમાં આવતા ગત વર્ષની તેની તસવીર વાયરલ થઈ હતી.
ગત વખતે ઇવાંકાએ આ ડ્રેસ પહેર્યો હતો ત્યારે બેબી બ્લૂ રંગના બુટ અને નાના-નાના ઇયરરિંગ્સ પહેર્યા હતા. તે સમયે તેના વાળ નાના હતા. આ વખતે આ ડ્રેસ સાથે ઇવાંકાએ લાલ રંગના બુટ પહેર્યા છે.
ઇવાંકાના આ ડ્રેસ પછી લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે કારણ કે તેણે એક વખત પહેરેલ ડ્રેસ ફરી પહેર્યો છે. ધારણા એવી છે કે મોટા સેલિબ્રિટી એક વખત પહેરેલા કપડા ફરી પહેરતા નથી. જોકે ઇવાંકાએ આ વાત ખોટી સાબિત કરી છે.