ઇસ્લામાબાદઃ ભારતના પાડોશી દેશમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડે એવો એક વીડિયો સામે આવ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે એક આઠ વર્ષનુ બાળક ટૉયોટાની નવીનકોર ફૉર્ચ્યૂનર કારને રૉડ પર સડસડાટ દોડાવી રહ્યો છે. આ વીડિયો હાલમાં ટૉપ ટ્રેન્ડમાં છે. એકબાજુ આ વીડિયોને જોઇને પ્રસંશા કરી રહ્યાં છે, તો બીજીબાજો લોકો પાકિસ્તાનમાં ટ્રાફિકના નિયમો વિશે ચર્ચા કરવા લાગ્યા છે. 


ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં જે આઠ વર્ષનો બાળક ફૉર્ચ્યૂનર કાર લઇને નીકળ્યો છે, તેનુ નામ અયાન બતાવવામાં આવી રહ્યું છે, અયાનની સાથે ટોયોટા ફૉર્ચ્યૂનર SUVમાં તેની બહેન બેસેલી છે, જેની ઉંમર 10 વર્ષની બતાવવામા આવી રહી છે. આ વીડિયોને લાખોમાં લાઇક્સ અને વ્યૂઝ મળી રહ્યાં છે. કાર ચલાવનારા 8 વર્ષના બાળકની 'અયાન ઔર અરીબા શો' નામથી એક યુટ્યૂબ ચેનલ છે, જેની પર આ વીડિયો ત્રણ અઠવાડિયા અગાઉ અપલોડ કરાયો છે. 


યુટ્યૂબ પર આ વીડિયોને કેપ્શન આપવામા આવ્યુ છે - 'આજે અમે તમને દેખાડીશું કે કેવી રીતે એક 8 વર્ષનું બાળક ટોયોટા ફૉર્ચ્યૂનર ચલાવી શકે છે. જેમણે પણ અયાનને ગાડી ચલાવતો જોયો તેમને ભારે આશ્ચર્ય થયું.


આ પણ વાંચો........ 


Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન


Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો


LIC ના પોલિસી ધારકોને IPO માં મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો સામાન્ય રોકાણકાર કરતાં કેટલા ઓછા રૂપિયામાં મળશે શેર


ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત


Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ