કોલંબો: શ્રીલંકાની રાજધાની કોલંબો અને અન્ય હિસ્સામાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિસ્ફોટ શ્રીલંકાના અનેક હિસ્સામાં થયા છે. એક રિપોર્ટ અનુસાર ઇસ્ટરના પર્વ દરમિયાન બે ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ વિસ્ફોટ થયા હતા. થોડા કલાકો પહેલા આઠમો બ્લાસ્ટ થયો હતો. શ્રીલંકામાં અત્યાર સુધીમાં 187 લોકોના મોત થયા છે જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે.


શ્રીલંકામાં બ્લાસ્ટ થતા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શ્રીલંકાના કોલંબો શહેરમાં સાંજના 6 વાગ્યાથી રાતનો કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા મુજબ, એક બ્લાસ્ટ કોલંબો પોર્ટના કોચીકડે ચર્ચમાં થયા, બીજી તરફ બીજો હુમલો પુત્તલમની પાસે સેન્ટ સબેસ્ટિયલ ચર્ચની અંદર થયો. તેની સાથે જ કોલંબો સ્થિત શાંગરી-લા હોટલ અને કિંગ્સબરી હોટલમાં પણ બોમ્બ બ્લાસ્ટના અહેવાલ છે. પોલીસે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ પહેલો બ્લાસ્ટ સવારે 8.45 વાગ્યે થયો. તે સમયે ઈસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકત્રિત થયા હતા.