Elon Musk: ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે જમીની લડાઈ શરૂ થઈ ગઈ છે, જેના કારણે ગાઝા પટ્ટીમાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સુવિધાઓ ગઈકાલે રાત્રે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં માનવીય રાહત પુરી પાડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ દરમિયાન, એલોન મસ્કે તેની X પોસ્ટમાં વચન આપ્યું હતું કે તે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી રાહત માટે તેની સ્ટારલિંક ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરશે.


 






એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝે X પર એક પોસ્ટ કરી જેમાં તેમએ કહ્યું કે 2.2 મિલિયનની વસ્તી માટે તમામ સંચાર બંધ કરવા અસ્વીકાર્ય છે. પત્રકારો, તબીબી વ્યાવસાયિકો, માનવતાવાદી પ્રયાસો અને નિર્દોષો બધા જોખમમાં છે. મને ખબર નથી કે આવા કૃત્યનો બચાવ કેવી રીતે કરી શકાય. યુનાઇટેડ સ્ટેટ્સે ઐતિહાસિક રીતે આ પ્રથાની નિંદા કરી છે. તેના જવાબમાં, એલોન મસ્કએ પોસ્ટ કરી કહ્યું, સ્ટારલિંક ગાઝામાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સહાય સંસ્થાઓ સાથે કનેક્ટિવીટીને સમર્થન આપશે.


 






તમને જણાવી દઈએ કે સ્ટારલિંક મસ્કની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડિંગ કંપની છે, જેના ડેવલપમેન્ટમાં તેની પોતાની સ્પેસ ફ્લાઈટ કંપની SpaceX નો મોટો ફાળો છે. જો કે સ્ટારલિંક સેટેલાઇટનું આયુષ્ય 5 વર્ષનું છે, પરંતુ હાલમાં SpaceX પાસે અવકાશમાં લગભગ 42 હજાર ઉપગ્રહો છે, જેના દ્વારા તે ગમે ત્યાં તેની ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડી શકે છે.


ઇન્ટરનેટ ઍક્સેસ અને ફોન નેટવર્ક સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યું


પેલેસ્ટિનિયન પ્રદેશ પર ઇઝરાયેલના ભારે બોમ્બમારા વચ્ચે શુક્રવારે ગાઝા પટ્ટીમાં ઇન્ટરનેટ ઍક્સેસ અને ફોન નેટવર્ક સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યું હતું. પેલેસ્ટિનિયન ટેલિકોમ્યુનિકેશન પ્રોવાઈડર જવ્વાલ દ્વારા સંચાર બ્લેકઆઉટની પુષ્ટિ કરવામાં આવી હતી."છેલ્લા એક કલાકમાં ભારે બોમ્બમારાથી ગાઝાને બહારની દુનિયા સાથે જોડતા બાકીના તમામ આંતરરાષ્ટ્રીય માર્ગો નાશ પામ્યા છે.