સોશિયલ મીડિયામાં હાલમાં એક કંપનીએ બનાવેલી વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એરલાઈનની એક એરહોસ્ટેસ ડ્રેસ પહેરીને બુર્ઝ ખલીફાની ટોચે હાથમાં ત્રણ-ચાર બેનર લઈને ઉભી જોવા મળી રહી છે. એરહોસ્ટેસે તેના હાથમાં રહેલી ચાર બેનરો વારાફરતી દેખાડ્યાં હતા. એરહોસ્ટેસનું નામ નિકોલ સ્મિથ લુડવિક છે. અમીરાત એરલાઈને કંપનીની જાહેરખબર માટે આ કીમિયો અપનાવ્યો છે.
બેનરોમાં લખેલું જોવા મળતું હતું કે યુએઈને યુએક એમ્બર લિસ્ટમાં લઈ જવાથી અમે દુનિયાને ટોપ પર થવાનો અહેસાસ થયો. અમીરાતની ફ્લાઈટ પકડો અને સારી ઉડાણ ભરો.
અમીરાત એરલાઈન સંયુક્ત આરબ અમીરાતની સૌથી મોટી એરલાઈન છે. કંપનીએ બુર્ઝ ખલીફાની ટોચે ઊભેલી એરહોસ્ટેસની તસવીર બહાર પાડી છે. એરહોસ્ટેલ નિકોલે ઈન્સ્ટાગ્રામ પર એક જાહેરખબરનો વીડિયો શેર કર્યો છે તેમાં તેણે લખ્યું કે આ ચોક્કસપણે મારા દ્વારા કરવામાં આવેલા રોમાંચક સ્ટંટોમાંની એક છે. અમીરાત એરલાઈન્સ ટીમનો હિસ્સો બનીને ખૂબ ખુશી થઈ.