નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે યુરોપિયન યુનિયને પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા સ્પષ્ટ કરી દીધું છે તે તેની સાથે નથી. યુરોપિયન કંઝરવેટિવ્સ એન્ડ રિફૉર્મિસ્ટ સમૂહના રિસ્જાર્દ કઝાર્નેકીએ કહ્યું કે ભારતમાં હુમલા કરનારા આતંકીઓ ચંદ્ર પરથી નથી ઉતરતા. તે પાડોશી દેશમાંથી જ આવે છે.

તેઓએ કહ્યું કે, ભારત દુનિયાના મહાન લોકતંત્રમાનો એક દેશ છે. ભારત અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું ધ્યાન રાખવાની જરૂર છે. ભારતમાં હુમલો કરનારા આતંકી ચંદ્ર પરથી નથી આવ્યા, તે પાડોશી દેશમાંથી જ આવે છે. આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ.


યુરોપીય પીપૂલ્સ પાર્ટીના સમુહના નેતા ફલ્વિયો માર્શિલોએ પણ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે યુરોપીય સંઘની સંસદમાં કહ્યું કે પાકિસ્તાને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાન એવો દેશ છે. જ્યા બેસીને આતંકવાદી ડર્યા વિના યુરોપમાં આતંકી હુમલાનું કાવતરું રચી શકે છે. પાકિસ્તાનમાં માનવધિકારોનું જાહેરમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે અને પાકિસ્તાન આ વાતનો ઉલ્લેખ પણ નથી કરતું.