Europe Italy Airport Strike: ઇટાલીમાં એરલાઇન કર્મચારીઓની હડતાળને કારણે હજારો મુસાફરો યુરોપમાં ફસાઈ પડ્યા છે. જેમાં સેંકડો ભારતીય પ્રવાસીઓ પણ સામેલ છે. જેઓ રીતસરના અટવાઈ પડ્યા છે. હડતાળને કારણે સેંકડો ફ્લાઈટ્સ બંધ અથવા રદ કરવામાં આવી છે. એકલા ઇટાલીમાં જ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એમ બંને મળીને લગભગ 1,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.


ઇટાલીમાં આ ટૂરિસ્ટ સીઝન છે. આ સ્થિતિમાં આ હડતાળના કારણે અહીંના પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હડતાળની સાથોસાથ લોકોને હવામાનની પણ અસર થઈ રહી છે. જેથી લોકો રીતસરના રઝળી પડ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ટૂરિસ્ટોને કોઈ મદદ પણ નથી મળી રહી. 


શા માટે ઇટાલીમાં હડતાલ છે?


જાહેર છે કે, યુરોપ હાલના સમયે તીવ્ર ગરમીની ઝપટમાં છે. ખાસ કરીને ઇટાલીને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.


ઇટાલીમાં ઉનાળા અને પ્રવાસી સીઝન વખતે જ ટ્રાન્સપોર્ટ કામદારો વારંવાર હડતાળ કરે છે. એરલાઇન સ્ટાફ પહેલા રેલવેનો સ્ટાફ પણ હડતાળ પર ઉતરી ગયો હતો. અહીંના મજૂર યુનિયનો કામની સારી સ્થિતિ માટે દબાણ કરવા માટે હડતાળ પર ઉતરી જાય છે. ઉપરાંત, ઇટાલીમાં ગ્રાઉન્ડ ક્રૂ નવા સામૂહિક કરારની પણ માંગ કરી રહ્યા છે.


અહીંના મજૂર યુનિયનોએ જણાવ્યું હતું કે તેઓએ માલ્ટા એર સાથેના અસંતોષકારક કરારને લઈને હડતાલ બોલાવી છે, જે રાયનેર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. ઇટાલીમાં ગ્રાઉન્ડ ક્રૂ નવા સામૂહિક કરારની માંગ કરી રહ્યા છે. પાયલોટ હડતાળમાં જોડાયા બાદ માલ્ટા એરની ફ્લાઈટને પણ અસર થઈ હતી.


પાયલોટ હડતાળમાં જોડાયા બાદ માલ્ટા એરની ફ્લાઈટને પણ અસર થઈ હતી. ઇટાલીના પરિવહન મંત્રી માટ્ટેઓ સાલ્વિનીએ હડતાળ કરનારાઓને સંવેદનશીલતાથી કાર્ય કરવા હાકલ કરી હતી જેથી લાખો અન્ય કામદારો અને પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે. 


ભારતીય પ્રવાસીઓને મદદ મળી રહી નથી


એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ કેન્સલેશન કે વિલંબ પર કોઈ ખાસ મદદ કરવામાં નથી આવી રહી. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, વળતર આપવાને બદલે લોકોને પાણીની બોટલ આપીને સમજાવી દેવામાં આવી રહ્યા છે અથવા તો માત્ર 15 યુરો જ પરત કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ભારતીય પ્રવાસીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.


પરિવહન મંત્રીએ કરી આ અપીલ


અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે રોમના એરપોર્ટ પર 200 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મિલાનના એરપોર્ટ પર 150 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે ડઝનેક તુરીન અને પાલેર્મોમાં ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. ઇટાલીના પરિવહન પ્રધાન માટ્ટેઓ સાલ્વિનીએ હડતાળ કરનારાઓને સંવેદનશીલતાથી કાર્ય કરવા હાકલ કરી હતી જેથી લાખો અન્ય કામદારો અને પ્રવાસીઓને અસુવિધા ન થાય.


https://t.me/abpasmitaofficial