ઈસ્લામાબાદ: ઉડીમાં સેના કાર્યાલય પર થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિ પૈદા થઈ ગઈ છે. અને તેના પછી પાકિસ્તાન ભારતના વલણથી ડરેલુ છે. જેનું પરિણામ બુધવારે ત્યારે જોવા મળ્યું જ્યારે પાકિસ્તાને ઉત્તરી વિસ્તારમાં હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવી દીધો અને તમામ ઉડાનો રદ્દ કરી નાંખી.
પાકિસ્તાન ઈંટરનેશનલ એયરલાઈન્સ (પીઆઈએ)ના પ્રવક્તા દાન્યાલ ગિલાનીએ ટ્વિટ કરી કહ્યું, “સીએએ (સિવિલ એવિએશન ઑથોરિટી)ના નિર્દેશો અનુસાર, બુધવારે ઉત્તરી વિસ્તારોમાં હવાઈ ક્ષેત્ર બંધ રહેશે. જેથી યાત્રીઓને પડી રહેલી અસુવિધા માટે ખેજ વ્યક્ત કર્યો હતો.”
બુધવારે પાકિસ્તાની શેયર બજારમાં પણ છેલ્લા બે સપ્તાહની સૌથી નીચી સપાટી નોંધાઈ હતી. પાકિસ્તાન સ્ટૉક એક્સચેંજના બેંચમાર્ક કેએસઈ-100 શેયર ઈંડેક્સમાં 569.04 (1.41%)નો ઘટાડો નોંધાયો હતો. આ 39771.42 પર બંધ રહ્યો હતો. બજાર પર પાકિસ્તાન અને ભારતની વચ્ચે વધી રહેલા તણાવની અસર જોવા મળી હતી. ઈલેક્ટ્રૉનિક મીડિયા પર દિવસભર હેડલાઈનમાં આ અહેવાલો જોવા મળ્યા હતા. જેના લીધે પાકિસ્તાનની ખરાબ ઈમેઝ બની હતી અને વિદેશી રોકાણકારોએ બજારમાંથી પોતાના પૈસા કાઢી લીધો હતો.