ન્યૂયોર્ક: પાકિસ્તાન અંદરખાને ભારતનો ડર એટલો છે કે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતું તેવું અફગાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહદ્દીને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે સૈન્ય અને અસૈન્ય તણાવ છે જ્યારે અફગાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વાસનો અભાવ છે.


પાકિસ્તાનમાં આતંકી જૂથોનો ખાતમો કરવાની ઈચ્છાશકિત છે કે નહીં તે અંગે અફગાન વિદેશ મંત્રી સલાહદ્દીન રબ્બાનીને પુછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે, પાકિસ્તાન આવા પ્રકારનો વર્તાવ એટલા માટે કરે છે કારણ કે તેને ભારતનો ડર છે. તેમના વચ્ચે સૈન્ય અને અસૈન્ય તણાવ છે. અફગાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વાસનો અભાવ છે.

મંગળવારે વિદેશી સંબંધિત એક પ્રેસ કોન્ફરન્સમાં રબ્બ્નાનીએ કહ્યું કે ત્રણ કારણોથી અફગાનિસ્તાન અને પાકિસ્તાન વિશ્વાસની કમીના મુદ્દા પર કામ કરી શકે છે. તેમને કહ્યું, રાષ્ટ્રીય એકજૂથ સરકારની પસંદગી પછી અમે પાકિસ્તાનની સાથે મળીને કામ કરવા માટે પોતાની તરફથી સર્વશ્રેષ્ઠ કોશિશ કરી અને અમે સંબંધોનો એક નવો અધ્યાય શરૂ કરવાની કોશિશ કરી છે.