24 કલાક માટે બ્લોક થયું પેજ
ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઇમરજન્સી છે અને ટ્રમ્પના વીડિયોથી હિંસા વધારે ભડકી શકે છે. કંપનીએ કહ્યું કે, આજે રાજધાનીમાં થયેલ હિંસાથી અમે ભયભીત છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પેજ બે નીતિઓના ઉલ્લંઘન માટે જવાબદાર છે માટે અમે 24 કલાક માટે તેમની સેવા બ્લોક કરી દીધી છે. હવે તેઓ આ સમય દરમિયાન પ્લેટફોર્મ પર પોસ્ટ નહીં કરી શકે.
જોખમ જોતા હટાવામાં આવ્યા વીડિયો
ફેસબુકે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના એ વીડિયોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હટાવી દીધા છે જેમાં તેઓ ચૂંટણી પરિણામ અને પ્રદર્શન વિશે બોલી રહ્યા હતા. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે આ વીડિયોમાં હિંસા વધવાનું જોખમ હતું. ફેસબુકે આગળ કહ્યું કે, હવે અમે અમારા લેબલને એ તમામ પ્લેટફોર્મ પર પોસ્ટ પર અપડેટ કરી રહ્યા છીએ જે ચૂંટણી પરિણામને દર્શાવે છે. તેમાં લખ્યું છે, “જો બાઈડેને તમામ 50 રાજ્યો દ્વારા પ્રમાણિત પરિણામની સાથે રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવ્યા છે. ચૂંટણી બાદ સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણને સુનિશ્ચિત કરવા માટે અમેરિકાની પાસે કાયદો, પ્રક્રિયાઓ અને સ્થાપિત સંસ્થાન છે.”