વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ્સની બહાર હોબાળો મચાવ્યો હતો. અમેરિકામાં હંગામો થયા બાદ હવે વોશિંગ્ટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક ટ્વિટ ડિલીટ કરી દીધા છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું છે. આ દરમિયાન આજે ટ્રમ્પને હટાવવાની પ્રક્રિયા આજે શરૂ થશે.

ટ્રમ્પે હિંસા પર ઉતરેલા સમર્થકોને શાંતિની અપીલ પણ કરી હતી. તેમણે ટ્વિટમાં કરીને કહ્યું કે, "હું અમેરિકની કેપિટલમાં દરેકને શાંતિપૂર્ણ રહેવા અપીલ કરું છું. હિંસા ન થવી જોઈએ! યાદ રાખો, અમે કાયદો અને વ્યવસ્થા જાળવનાર પક્ષ છીએ. કાયદા અને મહાન પુરુષો અને મહિલાઓનો આદર કરો. આભાર! "



ટ્રમ્પ સમર્થકોએ સંસદમાં ઘૂસીને કર્યો હંગામો

અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ચૂંટણી હારેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાની ના પડી હોય અને સમર્થકોએ અમેરિકન સંસદમાં ઘૂસીને હોબાળો કર્યો હોય તેવું ક્યારેય બન્યું નથી. દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ આવ્યુ છે. કારણ કે જે સમયે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં હોબાળો અને હિંસા શરૂ કરી છે. જે બાદ વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ છે. હિંસા વચ્ચે ચૂંટાયેલા પ્રેસિડેંટ જો બાઇડેને ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ ટેલિવિઝન પર આવે અને બંધારણની રક્ષા કરે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ સમર્થકો ચૂંટણી રદ કરવાની માગ કરી રહ્યા હતાં. આ દરમિયાન પોલીસે અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ.

અમેરિકામાં 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેન શપથ લેવાના છે. પરંતુ ચૂંટણીમાં હારેલા હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દો છોડવા હજુ પણ તૈયાર નથી. ઊલટાનું તેઓ ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, ડેમોક્રેટ્સ અમારી પાસીથી વ્હાઈટ હાઉસ છીનવી નહીં શકે.