શુક્રવારે  યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફેસબુકે તેના પ્લેટફોર્મ પરથી ઓછામાં ઓછા જાન્યુઆરી 2023 સુધી એટલે કે બે વર્ષ સુધી  સસ્પેન્ડ  કરી દીધા છે. 


તેમનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ આ વર્ષે જાન્યુઆરીથી લાગુ માનવામાં આવશે. આ સાથે જ એ વાતની પણ જાહેરાત કરવામાં આવી કે ભવિષ્યમાં નિયમો તોડનારા સાથે કઈ રીતે વ્યવહાર કરવામાં આવશે. 


ફેસબુકના સ્વતંત્ર નિરીક્ષણ બોર્ડે મે મહીનામાં  ડોનાલ્ડ ટ્રમ્પ પર સોશિયલ  મીડિયાની દિગ્ગજ કંપનીએ બ્લોક યથાવત રાખ્યું છે. જેને યૂએસ  કેપિટલ પર  6 જાન્યુઆરીએ થયેલા  દંગાના કારણે   લાગુ કરવામાં આવ્યું હતું. કારણ કે કંપનીએ કહ્યું કે તેમની પોસ્ટ હિંસાને ઉકસાવી રહી હતી.