USA Dreams: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા વધારે છે. હાલ ગુજરાતીઓમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જવાનો ક્રેઝ છે. વિદેશ જવા માટે તેઓ કંઈપણ કરવા તૈયાર હોય છે. આ દરમિયાન મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા લોકોની અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોને ડિપાર્ટ કરાશે. મેક્સિકોમાં દિલ્હીનો એજન્ટે પૈસા લઈ અમેરિકા ઘૂસાડતો હોવાની આશંકા છે. પાસપોર્ટમાં મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર લગાવ્યાં બાદ પહેલા દિલ્હીના એજન્ટોએ બધા પાસેથી રૂપિયા લઈ લીધા હતા. બધાને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી. પકડાયેલા લોકોમાં કેટલાક ગુજરાતીઓ હોવાની પણ આશંકા છે.


પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ લોગોવાળું સ્ટિકર લગાવી દીધું


25થી વધુ દિવસ અગાઉ આ તમામ ગુજરાતીઓ ઉત્તર ગુજરાતમાંથી અમેરિકા જવા માટે નીકળ્યા હતા. જેઓ ચાર્ટર્ડ પ્લેન મારફતે લેટિન અમેરિકા પહોંચ્યા હતા જ્યાંથી પગપાળા જ મેક્સિકો સુધી પહોંચ્યા હતા જ્યાં જતા તેઓ ઝડપાઈ ગયા હતાં. યુરોપથી મેક્સિકોમાં જતા લોકોને વિઝા કે પરમિટ લેવી જરૂરી હોય છે પરંતુ આ લોકો ત્યાં પરમિટ કે, વિઝા લીધા વિના ચાર્ટર્ડ પ્લેનમાં મેક્સિકોમાં ઘૂસી ગયા હતાં, જ્યાં એજન્ટે એક કિમિયો અપનાવ્યો જેથી કોઈને જાણ ન થાય કે તેઓ ગેરકાયેદે તેઓ મેક્સિકોમાં ઘૂસ્યા છે. એજન્ટ તમામના પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ લોગોવાળું સ્ટિકર લગાવી દીધું હતું. ડિપોર્ટ થઈને પરત તેઓ ભારત ફરશે ત્યારે તેમના પર અન્ય દેશમાં ગેરકાયેદ ખૂસણખોરીનો કેસ કરાશે, આ સમાચારથી ઉત્તર ગુજરાતમાં અંદરખાને અનેક વાતો વહેતી થઈ છે તેમજ 25 દિવસ અગાઉ વિદેશ ગયેલા લોકોને લઈ શંકા શરૂ થઈ છે.


50 થી 80 લાખ સુધીનો ખર્ચ


અમેરિકામાં સત્તાવાર અને બિનસત્તાવાર રીતે વસવાટ કરવા માટે ભારતીયોનું ગાંડપણ છે. વ્યક્તિદીઠ રૂ.50 થી 80 લાખનો ખર્ચ, સંખાબંધ નકલી દસ્તાવેજો અને વિઝાના કાગળો તૈયાર કરી લોકો વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર ગણાતા દેશમાં ઘુસવા માટે તત્પર રહે છે. કોરોના મહામારી પછી વધુ મોટી સંખ્યામાં ભારીત્યો અમેરિકામાં ઘુસી રહ્યા છે. અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓ અનુસાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા લોકોની સંખ્યામાં છેલ્લા  અમેરિકામાં ઘુસણખોરી મારે ઉત્તરે કેનેડા અને દક્ષિણમાં મેક્સિકો સૌથી ફેવરીટ રૂટ માનવામાં આવે છે