Russia Ukraine War: ઇરાન અને ઉત્તર કોરિયાની સાથે મ્યાંનમાર ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફૉર્સ (FATF)ના 'બ્લેક લિસ્ટ' આવ્યુ છે. યૂક્રેન યુદ્ધની પહેલી વરસી પર રશિયાને FATFના સભ્યપદથી બહાર કરી દેવામાં આવ્યુ છે. આતંક વિતપોષણ અને ધન શોધન પર વૈશ્વિક નજર રાખનારી સંસ્થા FATF નું કહેવું છે કે આ ત્રણ દેશ ઉચ્ચ જોખમ વાળા દેશ છે એટલા માટે તેમને 'બ્લેક લિસ્ટ'ની યાદીમાં રાખવામાં આવ્યા છે. 


સિંગાપુરના ટી રાજા કુમારની અધ્યક્ષતામાં પેરિસમાં એફએએફટીની બીજી પૂર્ણ બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી. એફએએફટી (FATF)એ કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાત (UAE ), તુર્કી, જૉર્ડન, દક્ષિણ આફ્રિકા અને 20 અન્ય દેશો આની 'નજર લિસ્ટ'માં છે, અને તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે. યાદ રહે કે પાકિસ્તાનને ગયા વર્ષે ઓક્ટોબરમાં નજરની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યુ હતુ.  


FATFએ કરી યુદ્ધની નિંદા - 
પેરિસમાં થયેલી બેઠકમાં જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે યૂક્રનમાં રશિયાના યુદ્ધને એક વર્ષ થઇ ચૂક્યુ છે. FATF યૂક્રેનમાં રહી રહેલા લોકોના પ્રત્યે ગંભીર સંવેદનના વ્યક્ત કરે છે. યૂક્રેનમાં થયેલા હુમલામાં વિના કારણ માર્યા ગયેલા લોકો અને ત્યાં થયેલા વિનાશની અમે કડક નિંદા કરીએ છીએ.


બ્લેક અને ગ્રે લિસ્ટમાં સામેલ દેશોની સાથે થાય છે આવુ  -
ઉલ્લેખનીય છે કે, બ્લેક અને ગ્રે લિસ્ટમાં સામેલ દેશોને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ), વિશ્વ બેન્ક, એશિયન વિકાસ બેન્ક (એડીબી), અને યૂરોપીય સંઘ (ઇયૂ)માંથી નાણાંકીય મદદ નથી મળતી, નજર વાળા લિસ્ટમાંથી હટાવ્યા બાદ પાકિસ્તાને પોતાની અર્થવ્યવસ્થામાં સુધારાની આશા દર્શાવી હતી, પરંતુ આજે પણ હાલત દયનીય છે, પાકિસ્તાન હાલના સમયમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 


એફએટીએફ (FATF) નુ મ્યાંનમાર વિશે કહેવુ છે કે, દેશના મુખ્ય ક્ષેત્રોમાં ધન શોધનના જોખમોને દુર કરવા માટે પોતાની કાર્યયોજનાને લાગુ કરવા પર કામ કરવાનુ ચાલુ રાખવુ જોઇએ. FATF નું કહેવુ છે કે, જ્યારે મ્યાંનમાર પોતાના ધન શોધન રોધી ઉપાયોની ખામીઓને પુરેપુરી રીતે સમાધાન નથી કરી લેતુ, આ લિસ્ટમાં તે યથાવત રહેશે. 


એફએટીએફે યૂએઇ માટે કહ્યું કે, ગયા વર્ષ ફેબ્રુઆરીથી તેને મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે, જ્યારે તેને એફએટીએફની સાથે કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય રાજનીતિક પ્રતિબદ્ધતા દર્શાવ હતી.