Pakistan News: પાકિસ્તાનથી આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ખરેખર, જ્યારે બાળકો મોટાં થાય છે ત્યારે માતા પિતાની ચિંતા પણ વધી જાય છે. તેમની દેખભાળ કરવી અને તેમને ખોટા માર્ગે જતા રોકવા માતા પિતા માટે જવાબદારી બની જાય છે. આ કારણે પેરેન્ટ્સ અલગ અલગ પ્રકારના પગલાં લે છે. પણ એક પિતાએ તો એવું પગલું લીધું, જેના વિશે જાણીને લોકો પણ આશ્ચર્યચકિત થયા. તેમણે પોતાની દીકરીના માથા પર કેમેરો લગાવી દીધો.


સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરીને પોતાના માથા પર સીસીટીવી કેમેરો લગાવેલો જોઈ શકાય છે. કહેવાય છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે. જે હાલમાં, સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે.


દીકરીની સુરક્ષાના કારણે લગાવ્યો CCTV કેમેરો


સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પિતાએ પોતાની દીકરીના માથા પર સીસીટીવી કેમેરો જ લગાવી દીધો છે. આ કેમેરાની મદદથી પિતા પોતાની દીકરી પર નજર રાખી શકે છે. જોકે, આ વાતનો ખુલાસો તે છોકરીએ પોતે એક વીડિયો દ્વારા કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને તેના પિતાના આ નિર્ણય પર કોઈ વાંધો છે? આ પર છોકરીનું કહેવું છે કે તેને તેના પિતાના દરેક નિર્ણય પર પૂરી સહમતિ છે. આવું કરવા પાછળ તે કરાચીના હિટ એન્ડ રન કેસનો ઉલ્લેખ કરે છે.






જાણો શું છે આખો મામલો?


વાયરલ થઈ રહેલા વીડિયોમાં છોકરી કહે છે કે તે પાકિસ્તાનના સૌથી વ્યસ્ત શહેર કરાચીની રહેવાસી છે. છોકરીએ કહ્યું કે કરાચીમાં અવારનવાર છોકરીઓ સાથે ઘણી ઘટનાઓ થતી રહે છે. આવી સ્થિતિમાં તેમની પાસે કોઈ પુરાવા નથી હોતા. જેના કારણે તેમને કોઈ ન્યાય નથી મળતો. તેણે કહ્યું કે જો, કોઈ મારો અકસ્માત કરી દે તો ઓછામાં ઓછો પુરાવો તો રહેશે. આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તેના પિતાએ તેના માથા પર સીસીટીવી કેમેરો બાંધી દીધો છે, જેથી જ્યારે તે ઘરની બહાર નીકળે ત્યારે તેના પિતા તેના પર નજર રાખી શકે.


આ પણ વાંચોઃ


પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો અમે વાતચીત માટે તૈયાર છીએ: રક્ષા મંત્રી રાજનાથ