Fattest man Matthew Crawford death: બ્રિટનના સૌથી વજન ધરાવતા શખ્સનું 37 વર્ષની ઉંમરે અવસાન થયું છે. એક સમયે આ યુવકનું વજન 350 કિલો સુધી પહોંચી ગયું હતું. જ્યારે આ યુવકની સારવાર કરવા માટે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેની મોટી સાઈઝના કારણે ડોક્ટરોને ઘણી મુશ્કેલી પણ પડી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં રહેનાર મેથ્યુનું (Matthew Crawford) અવસાન ગયા અઠવાડીએ થયું હતું. મેથ્યુના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું ત્યાર બાદ તેનું નિધન થયું બતું. મેથ્યુ ઘણા વર્ષોથી બિમાર રહેતો હતો.


મેથ્યુ 2018માં ચર્ચામાં આવ્યો હતોઃ
પોતાના 350 કિલો વજનના કારણે મેથ્યુ 2018માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે મેથ્યુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેના મોટા શરીરના કારણે હોસ્પિટલના વોર્ડમાં પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો હતો. એટલું જ નહી મેથ્યુને સુવડાવવા માટે 4 બેડ લાવવામાં આવ્યા હતા. આ બધી સુવિધાઓના કારણે હોસ્પિટલે મેથ્યુને મોટી રકમનું બિલ પકડાવ્યું હતું. તેની એક અઠવાડીયાની સારવાર દરમિયાન બેડનું બિલ 7 લાખ રુપિયા આવ્યું હતું જ્યારે મહિના સુધી થયેલી સારવારનું બીલ 39 લાખ રુપિયા જેટલું આવ્યું હતું.


નર્સ પર હુમલો કરવાનો આરોપઃ
જ્યારે મેથ્યુને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે રસ્તો બ્લોક થઈ ગયો હતો. હોસ્પિટલ તરફથી જણાવાયું હતું કે, મેથ્યુ રોજ પિઝ્ઝા અને ચાઈનિઝ ખાતો હતો. જો કે મેથ્યુએ હોસ્પિટલનો આ આરોપ ફગાવ્યો હતો અને કહ્યું હતું કે તે માંના હાથનું બનેલું ઘરનું ભોજન જ જમે છે. મેથ્યુએ બેડ પરથી શૈંપેનની બોટલ સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે મેથ્યુએ નર્સ ઉપર હુમલો કર્યો હોવાના આરોપ પણ લાગ્યા હતા. આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો.


આ પણ વાંચોઃ


Covid-19: દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થતા કેંદ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, જાણો શું આપ્યા આદેશ