Terrorist Attack : ઈરાનના શિરાઝ શહેરમાં થયેલા આતંકવાદી હુમલામાં 15 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છએ. શહેરના શિયા ધાર્મિક સ્થળમાં બંદૂકધારીઓએ લોકો પર ગોળીબાર કર્યો હતો. અલ અરેબિયાએ રાજ્ય મીડિયાના અહેવાલોને ટાંકીને અહેવાલ આપ્યો છે.



ઈરાનના શિરાઝ શહેરમાં ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં 15 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. બે આતંકીઓ ઝડપાયા છે. હજુ એકની શોધ ચાલી રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર, ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓએ શિરાઝ શહેરમાં એક શિયા દરગાહ પર હુમલો કર્યો. જ્યારે આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિયા દરગાહ પર પહોંચ્યા હતા. જેમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. બંદૂકધારીઓએ અચાનક કરેલા ગોળીબારથી શ્રદ્ધાળુઓ અને હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નાગરિકો ભાગી ગઈ હતી. આ હુમલામાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.


દરમિયાન, આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ગુસ્સાની પ્રતિક્રિયા આપી છે. કેટલાકે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર કેટલીક જગ્યાએ મૃતકોની સંખ્યા 15 હોવાનું કહેવાય છે, જ્યારે કેટલાક સ્થાનિકોએ કહ્યું છે કે આ હુમલામાં 20 લોકોના મોત થયા છે.


Gujarat Accident : નવા વર્ષે જ ત્રણ અકસ્માતમાં 4 લોકોના મોત, જાણો વિગત


Gujarat Accident : ગુજરાતમાં નવા વર્ષે થયેલા અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. ત્રણેય અકસ્માતની વાત કરીએ તો બે અકસ્માત તો બનાસકાંઠા જિલ્લામાં જ બન્યા હતા.  વડગામના જલોત્રા નજીક અકસ્માત સર્જાયો હતો. જીપ ડાલુ પલટી જતા 1નું મોત થયું છે. જ્યારે 10ને સામાન્ય ઇજા પહોંચી છે. પાલનપુરના બાદરગઢ ગામના યુવકનું મોત નીપજતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વડગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


અન્ય અકસ્માતમાં બનાસકાંઠામાં દાંતા તાલુકાના હડાદ નજીક અકસ્માત એકનું મોત થયું છે. જ્યારે એક ઘાયલ થયો છે. હડાદના માકન ચંપા પાસે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું હતું. ઘાયલને સારવાર અર્થે હડાદ રેફરલમાં ખસેડાયો છે. અકસ્માતને પગલે હડાદ પોલીસે તપાસ હાથ ધરી છે. 


ભરૂચ ટંકારીયા ગામ પાસે બાઈકનો બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટંકારીયાના બે યુવાનોના મોત નીપજ્યા છે. એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો.