નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અનેક દેશોએ કોરોનાની રસીની શરૂઆત કરી છે. ભારતમાં પણ કોરોના રસી ટૂંક સમયમાં આવી શકે છે. વિશ્વમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે, સંક્રમિતોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે.  અમેરિકાની કંપની ફાઈઝરની કોરોના વેક્સિનની પાંચ લોકોમાં ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી છે.


ફિનલેન્ડમાં મેડિસિન એજન્સીને આ ફરિયાદ મળી છે. બે દિવસ પહેલાં જ ફાઈઝરને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સમગ્ર વિશ્વમાં ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી.ફિનિશ YLE બ્રોડકાસ્ટના સમાચાર મુજબ, 27 ડિસેમ્બરથી યુરોપિયન દેશોમાં માસ વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત થઈ હતી. યુરોપે ફાઈઝરને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી.

ફિનલેન્ડના ચીફ ફિઝિશિયન મૈયા કૌકોનેંએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ લોકોએ સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી છે. તેમની ડિટેઈલ્સ કોન્ફિડેન્શિયલ છે, તેથી સાર્વજનિક ન કરી શકાય. જો કે ટૂંક સમયમાં જ અમે રિએકશન અંગે જાણકારી અમારી વેબસાઈટ પર અપલોડ કરી દઈશું. તેઓએ જણાવ્યું કે રિએક્શન અંગે કેસ હજુ પણ વધી શકે છે.

રાજ્યમાં આજે કઈ કઈ જગ્યાએ થઈ શકે છે માવઠું, જાણો વિગતો

મિથુન, સિંહ, તુલા અને ધન રાશિના જાતકો આ વાતનું રાખજો ધ્યાન, જાણો તમામ રાશિનું રાશિફળ