નવી દિલ્હી: Amazon દુનિયાની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપની છે. જેના સ્થાપક જેફ બેજોસ દુનિયાના સૌથી અમિર વ્યક્તિ છે. જ્યારે એમેઝોન રેઈન ફોરેસ્ટ સમગ્ર પ્લેનેટનો લગભગ 20 ટકા ઓક્સીજન ઉત્પન કરે છે.  Amazon ઈ-કૉર્મસ કંપની એમેઝોન ફોરેસ્ટથી ઇન્સ્પાયર છે.  આ જંગલમાં લગભગ છેલ્લા 16 દિવસથી ભીષણ આગ લાગી છે.



એમેઝોન જંગલમાં લાગેલી આગને લઈને ટ્વિટર પર લોકો જેફ બેજોસને વિનંતી કરી રહ્યાં છે કે તેઓ આગળ આવે અને આગને કાબૂમાં લેવા માટે મદદ કરે. એટલું જ નહીં ગૂગલ સર્ચને લઈને પણ લોકો નિરાશ છે, કારણ કે એમેઝન ફાયર લખવાથી એમેઝોનની પ્રૉડક્ટ્સ દેખાડી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે Amazon Fire સીરીઝની કેટલીક પ્રૉડક્ટ્સ છે જેમાં Amazon Fire TV, Fire Tablet વગેરે સામેલ છે.