Fires : રશિયા-યુક્રેન બાદ આ બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, દરિયામાં સામસામો ગોળીબાર

Fires :રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-સીરિયા બાદ હવે પરંપરાગત દુશ્મન મનાતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે દરિયામાં ગોળીબાર બાદ સ્થિતિ ગંભીર બની ગઈ છે.

Continues below advertisement

Fires :રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-સીરિયા બાદ હવે પરંપરાગત દુશ્મન મનાતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે દરિયામાં ગોળીબાર બાદ સ્થિતિ ગંભીર બની ગઈ છે. પીળા સમુદ્રમાં બંને દેશોએ પોતપોતાની નૌકાદળને એલર્ટ કરી દીધી છે. આ ઘટના બાદ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ભારે રોષે ભરાયા છે.

દક્ષિણ કોરિયાના સૈન્યએ આ મામલે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાના એક પેટ્રોલિંગ જહાજે પીળા સમુદ્રમાં ઉત્તરીય સીમાંકન રેખાને બળજબરીથી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં દક્ષિણ કોરિયાના યુદ્ધ જહાજે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો અને ઉત્તર કોરિયાના પેટ્રોલિંગ જહાજને ભગાડી મુક્યું હતું. ઉત્તર કોરિયાના વારંવાર મિસાઈલ પરીક્ષણોને કારણે બંને દેશો વચ્ચે પહેલેથી જ તણાવ છે. જ્યારે કિમ જોંગ ઉન પહેલાથી જ અમેરિકા સાથે દક્ષિણ કોરિયાના દાવપેચ અંગે ચેતવણી આપી ચૂક્યા છે.

ગોળીબાર કરી ઉત્તર કોરિયાની બોટને ભગાડી

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (JCS)એ જણાવ્યું હતું કે, તેણે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યા હતા અને શનિવારે લગભગ 11 am (0200 GMT) વાગ્યે ઉત્તર કોરિયાની પેટ્રોલિંગ બોટને ભગાડવાની ચેતવણી આપી હતી. JCSએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા દળો ઉત્તર કોરિયાની પેટ્રોલિંગ બોટ દ્વારા NLL ઉલ્લંઘનને લગતી સંભવિત ઉશ્કેરણીઓની તૈયારીમાં દુશ્મનની હિલચાલ પર નજર રાખે છે. આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દક્ષિણ કોરિયાની સૈન્ય નિર્ણાયક યુદ્ધની મુદ્રા જાળવી રાખે છે.

દક્ષિણ કોરિયાનું પેટ્રોલિંગ જહાજ ચીનની ફિશિંગ બોટ સાથે અથડાયું હતું

જેસીએસે કહ્યું હતું કે, ઓપરેશન દરમિયાન દક્ષિણ કોરિયન પેટ્રોલિંગ જહાજ નબળી દૃશ્યતાને કારણે નજીકના ચાઈનીઝ ફિશિંગ જહાજ સાથે નાની અથડામણ થઈ હતી. જોકે આ ઘટનાના કારણે બંને જહાજોની સલામતી માટે કોઈ ખતરો નથી, પરંતુ દક્ષિણ કોરિયાના કેટલાક ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઉત્તર કોરિયાના પેટ્રોલિંગ જહાજ દ્વારા ઘૂસણખોરી ત્યારે કરી હતી જ્યારે તાજેતરના અઠવાડિયામાં કિમ જોંગ ઉનના દળો દ્વારા લશ્કરી પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયાએ શુક્રવારે નવી આઈસીબીએમ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.

પીળા સમુદ્રમાં દરિયાઈ સીમાને લઈને વિવાદ

1950-53ના કોરિયન યુદ્ધના અંતે તૈયાર કરાયેલા NLLથી વિવાદ સર્જાયો છે. ઉત્તર કોરિયાએ 1990ના દાયકાથી દાવો કર્યો છે કે, આ લાઈન હજી વધુ દક્ષિણમાં હોવી જોઈએ. ઓક્ટોબરમાં બંને દેશોએ યલો સી વિસ્તારમાં દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવા પર એકબીજાને ચેતવણી આપી હતી. આ વિસ્તારમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાની નૌકાદળ વચ્ચે અવારનવાર અથડામણ થતી રહે છે. આ જ કારણ છે કે, બંને નૌકાદળ સમગ્ર NLL પર નજીકથી નજર રાખે છે.

કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને આપી ધમકી

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને અમેરિકા સાથે આગામી સૈન્ય અભ્યાસ પર સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયા અને યુએસ સૈન્ય સોમવારથી વાર્ષિક વસંત લશ્કરી કવાયત યોજવા જઈ રહ્યા છે. આ દરમિયાન પરમાણુ યુદ્ધનું રિહર્સલ પણ કરવામાં આવશે. દક્ષિણ કોરિયાની વાયુસેનાએ રવિવારે જણાવ્યું હતું કે, આ કવાયત જેમાં યુએસ એરફોર્સ અને મરીન પણ સામેલ હશે જે 28 એપ્રિલ સુધી ચાલશે. આ કવાયતમાં દક્ષિણ કોરિયાના F-35 અને F-15 ફાઈટર જેટ્સ અને US F-16 જેટ્સ અને KC-135 એરિયલ રિફ્યુઅલિંગ ટેન્કર્સ સહિત બંને દેશોના 110 એરક્રાફ્ટ સામેલ થશે. આ સાથે બંને પક્ષના 1,400 સૈનિકો સામેલ થશે

 
Continues below advertisement
Sponsored Links by Taboola