ઇસ્લામાબાદઃ રૂસની આર્મીની એક ટુકડી શુક્રવારે પાકિસ્તાન પહોંચી હતી, જે શનિવારથી શરૂ થઇ રહેલી સંયુક્ત સેન્ય યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ અભ્યાસ શીતયુદ્ધ કાળના બે પૂર્વ વિરોધીઓ વચ્ચેના સેન્ય સંબંધોને પ્રદર્શિત કરે છે. પાક. સેના પ્રવક્તા લેફ્ટનેન્ટ જનરલ અસીમ બાજવાએ કહ્યું "રૂસી આર્મીની એક ટુંકડી પાક-રૂસ સંયુક્ત યુદ્ધ અભ્યાસ માટે પહોંચી છે." રૂસી સેનિક 24 સપ્ટેંબરથી 10 ઓક્ટોબર સુધી બે સપ્તાહ સુધી આ દેશમાં રહેશે.


બંને દેશોના અંદાજે 200 સેનિકો 2 સપ્તાહ સુધી ફ્રેંડશિપ 2016 નામના સેન્ય યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધ અભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે મોસ્કો અને ઇસ્લામાબાદ વચ્ચે રક્ષા સંબંધ મજબૂત થયા છે. અને ઇસ્લામાબાદ અત્યાધુનિક રૂસી યુદ્ધ વિમાન ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. પાકિસ્તાને મે 2011માં એબટાબાદમાં સીઆઇએના ખાનગી ઓપરેશનમાં અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને માર્યા બાદ અમેરિકા સાથે સંબંધોમાં ખટાસ આવ્યા બાદ પોતાના વિદેશ નીતિમાં બદલાવ લાવ્યું છે.