મિશવાકાઃ અમેરિકાના ઈન્ડિયાનામાં એક શોપિંગ મોલમાં થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગોળીબાર વચ્ચે લોકો ત્યાંથી સુરક્ષિત રીતે નીકળવામાં સફળ રહ્યા હતા. અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી. સેંટ જોસેફ કાઉંટીના અધિકારી માઇકલ મેકગને કહ્યું કે, યૂનિવર્સિટી પાર્ક મોલમાં બપોર બાદ ત્રણ વાગ્યે થયેલી ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે.


તેમણે મૃત વ્યક્તિ અંગે કોઈ જાણકારી આપી નહોતી. પોલીસે પણ ગોળીબાર કરનારા વ્યક્તિ વિશે કંઈ જણાવ્યું નથી. ગોળીબાર બાદ મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ગોળીબાર થયા બાદ થોડી સેકંડ પછી લોકો મોલની બહાર નીકળી રહ્યા છે. મોલમાં હાજર રેની ડોમિનિકે જણાવ્યું કે, તે મોલમાં પતિ અને બે બાળકો સાથે આવી હતી. ત્યારે ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.

કંગનાએ સોમનાથમાં દર્શનનો ફોટો મૂકી કરેલી ટ્વિટની ચર્ચા, કંગના ક્યારે આવી સોમનાથમાં દર્શન કરવા ? જાણો વિગત

અમિત શાહની તબિયત ફરી બગડતાં શનિવારે રાત્રે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા, જાણો આ વખતે કઈ હોસ્પિટલમા કરાયા દાખલ ?