Coronavirus: તમામ પ્રયત્નો છતાં વૈશ્વિક મહામારી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. નવા કરોના વાયરસને ધ્યાનમાં રાખીને અનેક રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વાયરસ ક્યા કેટલો સમય સુધી જીવીત રહી શકે છે. પરંતુ હજુ સુધી એ વાત સામે નથી આવી કે વાયરસ વ્યક્તિની ચામડી પર કેટલો સમય સુધી જીવીત રહે છે. હવે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.


તમારી ચામડી કોરોના વાયરસની છે સૌથી મોટી વાહક

વૈજ્ઞાનિકોએ લૈબ રીસર્ચ દ્વારા ઇન્ફલુએન્જા અને કોરોના વાયરસની ચામડી પર રહેવાની તુલનાત્મક અધ્યયન કર્યું છે. રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, તમારી ચામડી કોરોના વાયરસની સૌથી મોટી વાહક હોઈ શકે છે. યૂનાઇટેડ સ્ટેટ્સ આર્મી મેડિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ ઓફ ઇફેક્શિયલ ડિસીઝએ જુલાઇમાં રીસર્ચ કર્યું હતું. રીસર્ચ બાદ કહેવામાં આવ્યું કે, ચામડી ખાસ કરીને હાથની ચામડી પર કોરોના વાયરસ આઠ કલાકથી 14 દિવસ સુધી રહી શકે છે. અને ચામડી પર કોરોના વાયરસ રહેવા માટે તાપમાનની મોટી ભૂમિકા હોય છે.

રીસર્ચ અનુસાર, ચામડી પર કોરોના વાયરસ 37 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ કલાક સુધી રહી શકે છે. જ્યારે જો તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય તો ચામડી પર કોરોના વાયરસ 22 કલાક સુધી રહી છે. જ્યારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કોરોના વાયરસ ચામડી પર 14 દિવસ સુધી રહી છે.

ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન

બીજા શબ્દોમાં કહીએ તો જેટલું તાપમાન જેટલું ઓછું હશે ચામડી પર કોરોના વાયરસના રહેવાની શક્યતા વધી જશે. રીસર્ચ અહેવાલ ‘ક્લીનિકલ ઇન્ફેક્શીસિયસ ડિસીઝ’માં પ્રકાશિત કરવામાં આવ્યો ચે. જેમાં ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન કરી કહેવામાં આવ્યું છે કે, ચામડી પર કોરોના વાયરસ નવ કલાક સુધી રહે છે જ્યારે ઇન્ફલુએન્જા વાયરસ ચામડી પર બે કલાક રહ્યા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.

રીસર્ચ અનુસાર, જ્યારે 80 ટકા ઇથેનોલવાળા હેન્ડ સેનેટાઈઝરનો ઉપોયગ કરવામાં આવ્યો તો ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસ ચામડીમાંથી 15 સેકન્ડની અંદર નિષ્ક્રિય થઈ ગયો. સંશોધકોનું કહેવું છે કે 80 ટકા આલ્કોહોલયુક્ત હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ શરીરમાં દાખળ થતાં પહેલા વાયરસને મારવા માટે સારું સાબિત થઈ શકે છે. તેમનું એ પણ કહેવું છે કે, સાબુ અને પાણીથી બે મિનિટ સુધી હાથ ધોવા પણ પ્રભાવશાળી સાબિત થઈ સકે છે. માટે કોરોનાના ચેપથી બચવા માટે નિયમિત હાથ ધોતા રહેવું જોઈએ.