નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પને ઓકલાહોમાં પોતાની પ્રથમ રેલી માટે ફ્રીમાં ટિકિટ વહેંચવાનું મોંઘું પડ્યું. મોડી સંખ્યામાં K-Pop અને Tik-Tok ફેન્સે ટિકિટ રિઝર્વ કરી લીધી અને બાદમાં રેલીમાં ગયા જ નહીં.

કહેવાય છે કે, કોરોના વાયરસની મહામારીની વચ્ચે આ સૌથી મોટી રેહીલ હશે અને ટ્રમ્પના અભિયાન તરફથી ફ્રીમાં ટિકિટ આપવામાં આવી રહી હતી. તેના પર કે પોપ (કોરિયન પોપ) ફેન્સ અને ટિકિટકોટ યૂઝર્સે હજારો ટિકિટ બુક કરાવી અને બાદમાં રેલીમાં ગયા જ નહીં. બાદમાં ધીરે ધીરે સોશિયલ મીડિયા પર આ વાત સામે આવી કે આ લોકોએ જાણીજોઈને આવું કર્યું હતું જેથી ટ્રમ્પની રેલી ફ્લોપ થઈ જાય.

દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઇવેન્ટમાં લાખો લોકો સામેલ થશે પરંતુ મોટી સંખ્યામાં સીટ ખાલી જ રહી. મહિનાની શરૂઆતમાં ટ્રમ્પના અભિયાન તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ટિકિટ ફ્રીમાં આપવામાં આવશે. ત્યાર બાદ એવા અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં જેમાં ટિકિટ બુક કરાવ્યા બાદ ન જવાની વાત કહેવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના બાદમાં હટાવી દેવામાં આવ્યા પરંતુ હજારો લોકો આ યોજનામાં જોડાઈ ગયા હતા. ટ્રમ્પની રેલીમાં માત્ર 6200 લોકો જોવા મળ્યા હતા જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 19,000 લોકોની હતી.

કેમ્પેન મેજેર બ્રેડ પારસ્કેલે શનિવારે રાત્રે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે મીડિયા કવરેજથી પ્રભાવિત થઈ પ્રદર્શનકારીઓએ રેલીમાં સમર્થકોને જવા ન દીધા. તેમણે આરોપ લગાવ્યો કે આ લોકોએ મેટલ ડિટેક્ટર્સને જ બ્લોક કરી દીધા જેથી લોકો અંદર ન જઈ શકે પરંતુ US પ્રતિનિધિ અલેગ્ઝેન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેજ(AOC)એ તેના જવાબમાં કહ્યું કે, ‘વાત એમ છે કે, તમને ટિકટોકના એ યુવાઓએ ફસાવી દીધા જેમણે ટ્રમ્પ કેમ્પેનના નકલી ટિકિટ રિઝર્વ કરાવી અને તમને વિશ્વાસ અપાવ્યો કે શ્વેત શ્રેષ્ઠતાવાળા કાર્યક્રમમાં લાખો લોકો કોરોનાના સમયમાં સામેલ થવા માગે છે.’ તેમણે કે-પોપ ફેન્સના પણ વખાણ કર્યા.

રેલી સ્થળની બહાર ટ્રમ્પના સમપર્થકો અને વિરોધિઓની વચ્ચે ઝડપ થઈ જેમાં વાતાવરણ તનાણવૂર્ણ થઈ ગયું. પ્રદર્શનકારીઓએ ‘બ્લેક લાઈવ્સ મેટર’ના નારા લગાવ્યા. શહેરના કેન્દ્રમાં આવેલ રસ્તા પર અનેક લોકો માર્ચ કરી અને ઘણી વખત વાહનોને પણ રોક્યો. જોકે પોલીસે શનિવારે બપોર સુધીમાં એક વ્યક્તિની ધરપકડની જાણકારી આપી છે.