વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી અમિર વ્યક્તિની પદવી બિલ ગેટ્સ પાસેથી લઇ લેવામાં આવી છે. બુધવાર અને ગુરુવારે તે દુનિયાના સૌથી અમિર વ્યક્તિ ન હતા. તેમને જારાના ફાઉન્ડર અને સ્પેનના બિઝનેસમેન એમનસિયો ઓરટેગાએ પાછળ છોડી દિધા હતા. જારા આજે ઇંટરનેશનલ માર્કેટમાં કપડાની સૌવથી મોટી બ્રાંડ છે.
ફોર્બ્સ મેગઝિનના જણાવ્યા અનુસાર જારાના શેર અચાનક ઉચકાઇ ગયા હતા અને બે દિવસ સુધી ઉપર જ રહ્યા હતા. આ દરમિયાન ઓરટેગાને દુનિયા સૌથી અમિર વ્યક્તિ તરિકે જાહેર કવરામાં આવ્યા હતા. પરંતું બે દિવસ બાદ બિલ ગેટ્સ ફરી પોતાની જગ્યાએ પરત આપી ગયા હતા.