ચીન: ચીનમાં પ્રથમ વખત સ્કાઈ ટ્રેનની જલક જોવા મળી રહી છે. ચીને જાહેર કરેલા તસવીરોમાં અસેંબલી સ્કાઈ ટ્રેન જોવા મળી રહી છે. આ સાથે જ ચીન દુનિયાનો ત્રીજો એવો દેશ બની ગયો છે. આ પહેલા જર્મની અને જાપાન આ કારસ્તાન કરી ચુક્યા છે. ચીનની સૌથી મોટી રોલીંગ સ્ટોક નિર્માતા ચાઈના રોલીંગ સ્ટોક કોર્પોરેશનથી જોડાયેલી નાંજિંગ પુજેન કંપનીએ આ ટ્રેનનું નિર્માણ કર્યું છે. આ ટ્રેનના બે કંપાર્ટમેન્ટમાં 200 લોકોથી વધારે મુસાફરી કરી શકે છે. ટ્રામ અને સબવેની તુલનામાં તેનું ભાડુ પણ સસ્તું છે.

બીજિંગ જિયોટોંગ યૂનિવર્સિટીના પ્રોફેસર યૂઈ જાઓહોંગે કહ્યું કે, સબવેની તુલનામાં સ્કાઈ ટ્રેનના નિર્માણમાં પણ ખૂબ ઓછો સમય લાગે છે. એક કિલોમીટર લાંબી ટ્રેન બનાવવા પાછળ માત્ર ત્રણથી પાંચ મહિના જેટલો સમય લાગે છે. આ ટ્રેન બેટરીથી ચાલે છે.એક વારમાં આ ટ્રેન ચાર કિલોમીટર ચાલી શકે છે. સ્ટેશન પર રોકાયા બાદ તેની બેટરી પણ બદલી શકાય છે જેમાં માત્ર બે મિનિટ જેટલો સમય લાગે છે.