ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સ્વિકાર્યુ છે કે તેમના કાર્યકાળ દરમિયાન મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ગુપ્તચર એજન્સીના નિર્દેશો પર ભારતમાં હુમલા કર્યા હતાં.



હાલમાં દુબઇમાં રહી રહેલા 75 વર્ષીય પરવેઝ મુશર્રફે કહ્યું કે, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર પાકિસ્તાન સરકારની કાર્યવાહી એક સારુ પગલુ છે. આ સંગઠને બે વાર તેમની હત્યા કરવાનું પણ કાવતરુ રચ્યુ હતું.



નોંધનીય છે કે, ભારતના પુલવામામાં થયેલી 14 ફેબ્રુઆરીના આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જેનો કાઉન્ટર એટેક કરતાં ભારતે બાલાકોટ સ્થિત જૈશના આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઇક કરી હતી.

હવે આંતરરાષ્ટ્રીય લેવલે ચારેય બાજુથી ઘેરાયેલા પાકિસ્તાને આતંકી સંગઠનો પર શિકંજો કસ્યો છે, મંગળવારે અઝહરના પુત્ર અને ભાઇ સહિત 44 સભ્યોને કસ્ટડીમાં લઇ લીધા છે.