નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક વીડિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયામાં તેઓ જમવાનું પીરસતા નજર આવી રહ્યાં છે. સાથે તેમના પત્ની મિશેલ ઓબામા પણ આ વીડિયોમાં નજર આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બરાક ઓબામાં યૂનાઇટેડ સ્ટેટ્સના 44માં રાષ્ટ્રપતિ તરીકે રહી ચુક્યા છે અને તેઓ હાલમાં વોશિંગટનમાં રહે છે.

બરાક ઓબામાંએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘વર્ષો સુધી દેશ માટે પોતાની સેવા આપ્યા બાદ ઓબામા અને તેનો પરિવાર તેમનો આભાર માને છે. ’


વાસ્તવામાં આ વીડિયો વર્ષ 2016નો છે જ્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ત્યારે સેનાના રિટારમેન્ટ હોમમાં પૂર્વ સૈનિકોને થેક્સગિવિંગ કરતા બરાક ઓબામાં અને તેમના પરિવારે ખુદ ભોજન પીરસ્યું હતું. આ વીડિયોમાં ધ્યાનથી જશો તો દિવાલ પર 'Armed Forces Retirement Home' અને તેનો લોગો નજર આવશે.