પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસ હેડક્વાર્ટરમાં કાર્યરત એક વ્યક્તિએ ગુરુવારે ચાર અધિકારીઓની ચાકૂ મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ  પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. સૂત્રોએ આ જાણકારી આપી છે.

તપાસકર્તાઓએ શંકા વ્યક્ત કરી હતી કે કાર્યસ્થળ પર ઝઘડાના કારણે હુમલાખોરે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાને ફ્રાન્સમાં પોલીસ પર થયેલા મોટા હુમલામાંના એક માનવામાં આવી રહ્યો છે. હુમલાખોર પોલીસ હેડક્વાર્ટરમાં જ નોકરી કરતો હતો.


એએફપીના રિપોર્ટ અનુસાર, લંચના સમયે હુમલા બાદ ઐતિહાસિક પેરિસના સેન્ટરને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પ્રવાસીઓથી વ્યસ્ત રહેનારી આ જગ્યા ડઝનેક પોલીસ અને અનેક પોલીસ ગાડીઓ પહોંચી ગઇ હતી. આ સિવાય પ્રવાસીઓ માટેના મહત્વના આકર્ષક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા.