નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર બ્રિટિશ મૉડલ આજકાલ ખુબ ચર્ચામાં આવી છે, આ મૉડલ પોતાની કમાણીના કારણે ચર્ચામાં આવી છે. અને કમાણી કરવા પાછળ તેનુ હૉટ ફિગર મહત્વનો ભાગ ભજવી રહ્યુ છે. આ મૉડલનુ નામ ઇસ્ક્રા લૉરેન્સ છે.


ઇંગ્લેન્ડની આ હૉટ ફિગર વાળી મૉડલ ઇસ્ક્રા લૉરેન્સ વિશ્વની તમામ મોડેલો કરતા ખુબ સારુ ફિગર ધરાવે છે. તેનો જન્મ ઇંગ્લેન્ડના એક શહેરમાં 1990માં થયો હતો. તે 29 વર્ષની છે. તે ઈંગ્લેન્ડમાં જ મોટી થઈ છે.



ઇસ્ક્રા લોરેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તે તેના બોલ્ડ અને સુંદર ફોટા અને વીડિઓ શેર કરતી રહે છે. ફેન્સની હિટ્સને કારણે તે 10 મિનિટમાં એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લે છે.



ઇસ્ક્રા લોરેન્સે આવા શરીરને કુદરતી રીતે બનાવ્યું છે. નાનપણથી જ તેને શાનદાર અને જબરદસ્ત બોડી ફિગર બનાવવાનો ખૂબ શોખ હતો અને આ શોખ પૂરો કરવા માટે તેણે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી જ જીમ કરવાનું શરૂ કર્યું. આજે સખત મહેનત અને સમર્પણને લીધે તે એક મહાન શરીર બનાવવામાં સક્ષમ થઈ શકી છે.



ઇસ્ક્રા લોરેન્સની આવી બોડી જોઈને ઘણા લોકો તેની સલાહ લે છે. હવે તે પોતાનું ફિટનેસ સેન્ટર ચલાવે છે જે સામાન્ય લોકોની સાથે અનેક હસ્તીઓ દ્વારા મુલાકાત લેવાય છે.