ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝીને પેરિસની કોર્ટે લાંચ-રૂશ્વતના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી છે. આધુનિક ફ્રાન્સના ઇતિહાસમાં પહેલી વખત ભૂતપૂર્વ પ્રમુખને જેલની સજા ફટકારવામાં આવી હોય તેવી ઘટના બની છે. જો કે તેઓ દસ દિવસની અંદર અપીલ કરી શકે છે.
શું હતી ઘટના
2007માં રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝીએ ચૂંટણી પ્રચાર માટે તેમણે લા'ઓરિયલ એરિસ લિલિયેન બેટેનકોર્ટ પાસેથી ગેરકાયદે ફંડ સ્વીકાર્યું હોવાની ફરિયાદ થઈ હતી. વર્ષ 2013માં સરકોઝી અને તેમના વકિલ વચ્ચેની ટેલિફોનિક વાતચીત બહાર આવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ મામલે પેરિસ કોર્ટે તેમને સજા ફટકારી છે. જો કે હજું સુધી સામે ધરપકડનું વોરંટ જારી કર્યું નથી. તેઓ ફરી કોર્ટમાં અપીલ કરી શકે છે. કોર્ટ તેમને ઘરમાં જ નજરકેદ રહેવાની છૂટ આપી છે. ઉલ્લેખનિય છે કે, 66 વર્ષના સરકોઝી વર્ષ 2007થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યરત હતા. વર્ષ 2013માં સરકોઝી અને તેમના વકિલ વચ્ચેની ટેલિફોનિક વાતચીત બહાર આવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ સરકોઝીની મુશ્કેલી વધી, લાંચ કેસમાં કોર્ટે ફટકારી સજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 01:22 PM (IST)
ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ સરકોઝીની મુશ્કેલી વધી છે. લાંચ કેસમાં તેમને ત્રણ વર્ષની સજા મળી છે. પેરિસ કોર્ટે એક વર્ષની જેલ અને બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -