ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ ટ્વીટર પર આ વાતની માહિતી આપી છે, તેમને લખ્યું- કોરોના વાયરસ ઉપરાંત બીજી ગંભીર બિમારી સામે ઝઝૂમી રહેલા લોકો હૉસ્પીટલ જઇ શકશે, અને ડૉક્ટરોથી સારવાર કરાવી શકશે. તેમને લખ્યું 11 મેથી ધીમે ધીમે સ્કૂલ ખોલવામાં આવશે.
કોરોના વાયરસે ફ્રાન્સમાં કેર વર્તાવ્યો છે, ફ્રાન્સમાં અત્યાર સુધી કુલ 136,779 લોકો કોરોનાથી સંક્રમિત છે, અને 14,967 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 18 લાખને પાર થઇ ગઇ છે. અને 1,19,413 લોકોના મોત થઇ ચૂક્યા છે.