Imam Tawhidi : ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસ કાર્યવાહીમાં 17 વર્ષીય કિશોરના મોત બાદ ફ્રાન્સમાં ગૃહયુદ્ધ જેવું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. દેશભરમાં રમખાણોનો સામનો કરવા માટે 45 હજારથી વધુ સુરક્ષા જવાનોને રસ્તા પર ઉતારવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ઈસ્લામિક મૌલાના મોહમ્મદ તાહિદીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


આ વીડિયોમાં મૌલાના તૌહીદ ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે કે, કોઈપણ દેશમાં ઈસ્લામિક ઈમિગ્રન્ટ્સને સ્થાન આપવું કેવી રીતે ખતરનાક બની શકે છે. મૌલાના તૌહીદનો આ વીડિયો સપ્ટેમ્બર 2022નો છે. ઉગ્રવાદ, ઇસ્લામવાદ અને રાજકીય ઇસ્લામનો મુકાબલો કરવા પર બોલતા તૌહીદે કહ્યું હતું કે, આતંકવાદ બે રીતે ચલાવવામાં આવે છે. પહેલું તે મુસ્લિમ વિશ્વની અંદર કરવામાં આવે છે અને બીજું, તે મુસ્લિમ વિશ્વની બહાર કરવામાં આવે છે. આ વીડિયોમાં તેમણે કહ્યું છે કે, કેવી રીતે મુસ્લિમ દેશો ઈસ્લામિક કટ્ટરપંથીઓને સ્થાન આપતા નથી. પરંતુ તે જ કટ્ટરપંથીઓને પશ્ચિમી દેશો ખુલ્લા હાથે આવકારે છે અને બાદમાં તેમને પરિણામ ભોગવવા પડે છે.


એક અન્ય ટ્વીટમાં મૌલાનાએ કહ્યું હતું કે, ફ્રાન્સ માટે શાંતિ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો સત્ય અને તથ્યોથી વાકેફ રહેવું છે. અસત્ય અને અસત્ય શાંતિનો પાયો ન હોઈ શકે. સત્ય એ છે કે, ફ્રાન્સે તેની સમસ્યાઓ આયાત કરી છે. તમે મતો અને સસ્તી મજૂરી માટે તે સમસ્યાઓ તમારી પાસે આવવા દીધી. પણ તમને કશું મળ્યું નહી. મળી તો માત્ર બરબાદી જ. તેઓ કામ કરવા માંગતા નથી. ઇમામ તૌહીદે કહ્યું હતું કે, તેઓ મફતની જ સુવિધાઓ ઇચ્છે છે. તેઓ સોનેરી વાળ અને વાદળી આંખોવાળી ફ્રેન્ચ મહિલાઓ સાથે લગ્ન કરવા માંગે છે. તેમની પાસે કામ કરવાનો સમય નથી.


મૌલાનાએ વધુમાં કહ્યું હતું કે, પોલેન્ડ જુઓ. તેઓ ઇસ્લામિક ઉગ્રવાદ વિશે ફરિયાદ કરતા નથી. પોલેન્ડમાં એક પણ આતંકવાદી હુમલો થયો નથી. કારણ કે, તેઓને જલદી ખબર પડી જાય છે કે ત્યાં કોઈ સમસ્યા છે અને આ સાથે જ તેઓ તેના પર હુમલો કરી દે છે. પોલિશ નીતિ ઘણી સારી છે. ફ્રાન્સમાં હિંસા અંગે મૌલાના તાહિદીએ કહ્યું કે, પોલીસની બર્બરતાની હંમેશા નિંદા કરવી જોઈએ અને તેને રોકવી જોઈએ પરંતુ તમે રમખાણો કરીને અને દેશને સળગાવીને તે હાંસલ ના કરી શકો.


મૌલાના તૌહીદે જણાવ્યું હતું કે, લોકો રોજિંદા ધોરણે વસ્તુઓનો વપરાશ કરે છે અને થોડો કચરો પેદા થાય છે. ત્યારબાદ ઘરના લોકો કચરો ફેંકી દે છે, જે પાછળથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકત્ર કરવામાં આવે છે. તે કચરો ઘરમાં ન રાખવો જોઈએ. કારણ કે, તેનાથી રોગ અને બેક્ટેરિયા થાય છે. મૌલાના તૌહીદે કહ્યું હતું કે, સોસાયટીમાં કચરો પણ જોવા મળે છે. સમાજમાં ખૂની અને ગુનેગારો છે. આ સિવાય પણ એક ગંદી વિચારધારા છે જેમાં કોઈ કહે છે કે, તમે સ્ત્રી છો તેથી તમારે ઘરોમાં બંધ રહેવું જોઈએ અથવા કોઈ કહે છે કે તમારે તમારું આખું શરીર ઢાંકવાની જરૂર છે. આવી વિચારધારાનો સામનો કરવાની જરૂર છે. આ ગંદી વિચારધારા છે અને તેનું સન્માન કરી શકાય નહીં.


મૌલાનાએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોને ઇસ્લામમાં સુધારાનું આહ્વાન કરીને ફ્રાન્સની સમસ્યાઓ માટે મુસ્લિમ વિશ્વને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે, તે તેમની ભ્રમણા છે. દુબઈ, યુએઈ, કુવૈત, ઓમાન, બહેરીન વગેરેના મુસ્લિમોને ફ્રાન્સની કટોકટી સાથે શું લેવાદેવા છે? કઈં જ નહીં. શું તેઓ અન્ય દેશોના ઉગ્રવાદીઓ છે...? તેઓ ફ્રાન્સના છે. મૌલાનાએ કહ્યું હતું કે, ઈસ્લામિક વિશ્વમાં કોઈ સંકટ નથી. મુસ્લિમ દેશો સારું કરી રહ્યા છે. માત્ર થોડા મુસ્લિમ દેશો છે જ્યાં સમસ્યા છે. તમે મુશ્કેલીમાં છો. તમે મુસ્લિમ દેશોમાં ગયા અને તમે કચરો આયાત કર્યો જેને મુસ્લિમ દેશો જ જેલમાં નાખવા અથવા સમાજમાંથી કાપી નાખવા માંગતા હતા.


પીસ ઓફ ઈમાન તરીકે જાણીતા મૌલાના તૌહીદે કહ્યું હતું કે, કેવી રીતે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મુસ્લિમ દેશોમાં કામ કરી શકતું નથી. પરંતુ યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મુક્તપણે કામ કરી શકે છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નું ઉદાહરણ ટાંકીને તેમણે કહ્યું હતુંકે, તેઓ ટોરોન્ટોમાં તેમનો ધ્વજ મુક્તપણે ફરકાવીએ શકે છે, પરંતુ કોઈપણ મુસ્લિમ દેશમાં નહીં.


https://t.me/abpasmitaofficial