ફ્રાન્સના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સે રાષ્ટ્રપતિ પેલેસમાં સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત ઇમરજન્સી બેઠક બાદ શુક્રવારે રાત્રે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કોરોના વાયરસના નવા સ્ટ્રેનને ગંભીર જોખમ ગણાવતા સાવધાન રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે, યૂરોપયિન સંઘના અન્ય દેશોથી આવતા લોકોએ પણ કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવો પડશે.
કડક નિયમ લગાવી રહ્યું છે ફ્રાન્સ
કોરોના વાયરસને કારણે ફારન્સે એરપોર્ટ અને પોર્ટ પર પહેલાથી કડક તપાસ શરૂ કરી દીધી છે. અહીં ઓક્ટરોબરમાં જ રેસ્ટોરન્ટ, ટૂરિસ્ટ પ્લેસ અને અનેક હોટલ બંધ છે. હવે ફ્રાન્સ રવિવારથી અહીં તમામ મોટા શોપિંગ મોલ પણ બંધ કરી રહ્યું છે. સાથે વિદેશથી યાત્રા પણ મર્યાદિત કરી રહી છે.
અહીં હેલ્થ વર્કર્સ માગ કરી રહ્યા છે કે અન્ય યૂરોપીયન દેશોની જેમ જ ફ્રાન્સમાં પણ નવું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવામાં આવે. પરંતુ આવા પગલાની આર્થિક અસરને જોતા કાસ્ટેક્સે કહ્યું કે, ‘અમારી ફરજ છે કે બધું બરાબર ચાલે જેથી નવું લોકડાઉન લગાવવા માટે મજબૂર ન થું પડે. આ રીતે આવનારા દિવસો નિર્ણાયક રહેવાના છે.’ જણાવીએ કે, ફ્રાન્સ એ દેશોમાંથી એક છે જ્યાં વાયરસને કારણે મરનારા લોકોની સંખ્યા સૌથી વધારે છે. અહીં કોવિડ 19ને કારણે 75620 લોકોના મોત થયા છે.