નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કેર હજુ દુનિયાભરમાંથી ઓછો થયો નથી ત્યાં તો બીજો એક ડરાવનો ખુલાસો સામે આવ્યો છે. ફ્રાન્સમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ આવશે તેવી સંભાવના વૈજ્ઞાનિક કાઉન્સિલે દર્શાવી છે. તેમના મતે આ બીજો રાઉન્ડ ફ્રાન્સમાં શિયાળામાં કે પછી પાનખરમાં આવી શકે છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં લોકોને ચેતવવામાં આવ્યા છે.
મહામારી પર ગઠિત વૈજ્ઞાનિકોની કાઉન્સિલે કોરોના વાયરસ અંગે મોટા ખુલાસા કર્યા છે, તેમને જણાવ્યુ કે, બની શકે કે કોરોનાની બીજી લહેર શિયાળા કે પાનખરના મહિનામાં સામે આવે. મેમાં બે મહિના સખત લૉકડાઉનમાંથી બહાર નીકળ્યા બાદ કોરોના સંક્રમણના કેસો છેલ્લા બે અઠવાડિયાથી ઝડપથી વધી રહ્યાં છે. લૉકડાઉન બાદ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સંક્રમણથી બચાવના ઉપાયને લઇને લોકો બેદરકારી રાખી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનમાં સંતુલનને નાજુક બતાવવામાં આવ્યુ છે. સાથે એ વાત પર પણ આશંકા દર્શાવી છે કે દેશની સ્થિતિ સ્પેન જેવી થઇ શકે છે.
વૈજ્ઞાનિકોની કાઉન્સિલે કોરોના વાયરસ સંક્રમણને જાણવા માટે તપાસ સુવિધાને ઝડપી બનાવવાની સલાહ આપી છે. જેનાથી સંક્રમિત અને સંદિગ્ધ લોકોની ખબર પડી શકે અને આઇસૉલેટ કરવા આસાન બની જાય. સાથે કોરોના સંક્રમિત દેશોમાંથી આવી રહેલા યાત્રીઓ પર સખત પાબંદીઓ લગાવવાની પણ વકીલાત કરવામાં આવી છે.
ફ્રાન્સમાં ગયા અઠવાડિયે સેંકડો કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જેના કારણે લૉકલ તંત્રએ ગાઇડલાઇનને કડકાઇથી પાલન કરાવવાની શરૂઆત કરી દીધુ છે.
શિયાળામાં આ દેશમાં ફરી આવશે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2020 02:46 PM (IST)
. ફ્રાન્સમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ આવશે તેવી સંભાવના વૈજ્ઞાનિક કાઉન્સિલે દર્શાવી છે. તેમના મતે આ બીજો રાઉન્ડ ફ્રાન્સમાં શિયાળામાં કે પછી પાનખરમાં આવી શકે છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં લોકોને ચેતવવામાં આવ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -