નવી દિલ્હીઃ જર્મનીમાં મુસ્લિમોને લઇને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ વચ્ચે ફ્રાન્સે પણ પોતાના દેશમાં વિદેશી ઇમામોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. ફ્રાન્સની સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે દેશમાં આતંકી ગતિવિધિઓને રોકવામાં આવી શકે છે. આ નિર્ણયને રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ મંજૂરી આપી દીધી છે.
રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ કહ્યુ કે, અમે 2020 બાદ પોતાના દેશમાં કોઇ પણ અન્ય દેશમાંથી આવતા મુસ્લિમ ઇમામો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સમાં દર વર્ષે લગભગ 300 ઇમામો દુનિયાભરમાંથી આવે છે. આ પગલાથી ફ્રાન્સમાં આતંકી ગતિવિધિઓ પર લગામ લાગશે. ફ્રાન્સમાં મોટાભાગના ઇમામ અલ્જીરિયા, મોરક્કો અને તુર્કીથી આવે છે. તેઓ અહી આવીને મદરેસાઓમાં ભણાવે છે. અમે ફ્રેન્ચ મુસ્લિમ કાઉન્સિલને કહ્યું છે કે તે એ વાત પર નજર રાખે કે 2020 બાદ કોઇ વિદેશી મુસ્લિમ ઇમામ ફ્રાન્સમાં આવે નહીં.
તેમણે કહ્યુ કે, ફ્રાન્સમાં વર્તમાન તમામ વિદેશી ઇમામોને ફ્રેન્ચ શીખવાનું કહો અને સાથે જ કટ્ટરપંથી ભાવનાઓ ભડકાવે નહીં. કોઇ પણ પ્રકારની આતંકી ગતિવિધિમાં સામેલ ના હોય. ફ્રાન્સના કાયદાની રક્ષા કરે. એ જરૂરી નથી કે તમામ આતંકી મુસ્લિમ જ હોય પરંતુ મોટાભાગના મામલામાં ઇસ્લામિક આતંકવાદ સામે આવે છે. એટલા માટે અમે આ પગલું ભરી રહ્યા છીએ. મારા તમામ ધર્મના લોકોને અપીલ છે કે ફ્રાન્સની રક્ષા કરો. આ દેશના કાયદાનું પાલન કરો. ફ્રાન્સની સંસ્કૃતિ અને પરંપરાઓ શીખવાનો પ્રયાસ કરો. આ વર્ષે સપ્ટેમ્બર બાદ ફ્રાન્સમાં વિદેશી મુસ્લિમ ઇમામો પર દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગુ પડી જશે.
રાષ્ટ્રપતિના આ નિર્ણયનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. દક્ષિણપંથી પાર્ટીના લીડર મૈરીન લે-પેને મૈક્રો પર આરોપ લગાવ્યો કે તે ફ્રાન્સમાં મુસ્લિમો માટે યોગ્ય નિર્ણય લઇ રહ્યા નથી. ફ્રાન્સમાં મુસ્લિમોએ એકતા જાળવી રાખવી જરૂરી છે.