શોધકર્તા પ્રોફેસર દીદિઅસ રોવોલ્ટે દાવો કર્યો હતો કે આ નવી સારવાર બાદ છ દિવસની અંદર કોરોના વાયરસ ફેલાતો અટકી જાય છે. રોવોલ્ટે એક વીડિયો પણ જાહેર કર્યો છે. પ્રોફેસર રોવોલ્ટને ફ્રાન્સ સરકારે કોરોના વાયરસની સારવાર શોધવા માટે નામિત કર્યા છે. પ્રોફેસરે કહ્યું કે, કોવિડ-19ના દર્દીઓને જો ક્લારોક્વિન આપવામાં આ તો સ્વસ્થ થવાની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે.
વર્ષ 1940ના દાયકામાં ક્લોરોક્વિન દવાનો ઉપયોગ સામાન્ય રીતે મલેરિયાની સારવાર માટે કરવામાં આવી રહ્યો હતો. પ્રોફેસર રોવોલ્ટે દક્ષિણપૂર્વ ફ્રાન્સ નજીક 24 દર્દીઓને આ દવા આપી. આ તમામ લોકોએ પોતાની મરજીથી આ દવા લીધી. દર્દીઓને 10 દિવસ સુધી 600 એમસીજીની ક્લોરોક્વિન દવા આપવામાં આવી. તેમની દેખરેખ રાખવામાં આવી કારણ કે તેની સાઇડ ઇફેક્ટનો ખતરો હતો.
પ્રોફેસર રોવોલ્ટે કહ્યુ કે, અમે એ શોધવામાં સફળ રહ્યા કે જે દર્દીઓને ક્લોરોક્વિન દવા આપવામાં આવી નહી તે ઠ દિવસ બાદ આ બીમારીથી પીડાઇ રહ્યા હતા પરંતુ તે લોકોને ક્લોરોક્વિન દવા આપવામાં આવી તે ફક્ત 25 ટકા લોકો આ બીમારીથી પીડાઇ રહ્યા છે.