વોશિંગ્ટનઃ દુનિયામાં કોરોનાવાયરસનો પ્રકોપ વધતો જ જાય છે અને દુનિયાના મોટા ભાગના દેશો કોરોનાવાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. પાકિસ્તાન પણ કોરોનાવાયરસથી પ્રભાવિત છે ત્યારે પાકિસ્તાને આ રોગચાળાનો ઉપયોગ પણ પોતાના ફાયદા માટે કરવાનો દાવ ખેલ્યો છે.


પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કોરોનાવાયરસથી પ્રભાવિત દેશ હોવાના નાતે ચપણિયું લઈને નિકળ્યા છે અને દુનિયા પાસે ભીખ માંગી રહ્યા છે. ઈમરાન ખાને દુનિયાની મોટી નાણાં સ્થાઓ તથા મોટા દેશોને વિનંતી કરી છે કે, પાકિસ્તાન ગરીબ દેશ છે તેથી અમને સહાય ઉપરાતં દેવામાં રાહત આપવી જોઈએ.

વડાપ્રધાન ઈમરાન ખાન બાદ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ણ પાકિસ્તાન પરના બાહ્ય દેવામાં રાહતની માંગ કરી છે. પાકિસ્તાનની ટીવી ચેનલ ‘ડોન ન્યૂઝ’ સાથેની વાતચીતમાં કુરૈશીએ કહ્યું કે, ‘પાકિસ્તાન જેવા ગરીબ દેશ માટે કોરોના વાઈરસ સામે લડાઈ લડવી સરળ વાત નથી. અત્યારે દેશ પર વિદેશી દેવું વધારે છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે દુનિયાના મોટા દેશો અને નાણાકીય સંસ્થા આ વખતે અમારી મદદ માટે આગળ આવશે. અમારા માટે થોડી દેવા માફી કરવામાં આવે અને વ્યાજમાં રાહત આપવામાં આવે.

કુરૈશીએ શનિવારે જર્મની વિદેશ મંત્રી હેઈકો મેસ સાથે વાતચીત કરી હતી. શનિવાર સાંજ સુધી પાકિસ્તાનમાં કોરોનાવાયરસના કુલ 653 કેસ બહાર આવ્યા છે અને ત્રણ લોકોના મોત થઈ ગયા છે.