8 લોકો પર રસીનું એલર્જિક રિએક્શન
ઓપરેસન વાપ્ર સ્પીડના મુખ્ય સાન્ટિફિક એડવાઈઝર ડો. મનોસેફ સલાઈએ કહ્યું કે, ફાઈઝરની કોરોના રસીનું એલર્જિક રિએક્શન ધારણાં કરતાં ઘણું વધારે છે. જે 8 લોકો પર આ રસીનું એલર્જિક રિએક્શન આવ્યું છે તેમાંથી 6 અમેરિકાના છે.
ડો. મોનસેફ સલાઇનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે તેના એક દિવસ પહેલા જ અમેરિકાએ ફાઈઝર કંપનીની સાથે કોરોના રસી માટે 100 મિલિયન ડોઝની ડીલ કરી છે.
રસી માટે એડવાઈઝરી બહાર પાડી
યૂકેની સ્વાસ્થ્ય નિયામક એજન્સી ‘એમએચઆરએ’એ આ વિશે પહેલા જ એડવાઈઝરી બહાર પીડી દીધી હતી. તેમણે કહ્યું કે, જે લોકોને એલર્જી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે, તે આ રસી ન લે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDAએ પણ ફાઇઝરની રસી માટે આ અડવાઈઝરી બહાર પાડી છે.
અત્યાર સુધી સામે આવેલ આ રસીના એલર્જિક રિએક્શનમાં ફોલ્લીઓ પડવી, બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થવું, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ઝડપથી વધવા જેવી સમસ્યા થાય છે. આ બધા પાછળ રસીમાં રહેલ કમ્પાઉન્ડ પોલિથિલીન ગ્લાઈકોલ હોવાનું કહેવાય છે. જે રસીના પેકેજિંગમાં મુખ્ય રીતે સામેલ છે.