વોશિંગ્ટનઃ દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1200થી વધારે લોકોના કોરોનાથી મોત થયા છે.

તાજા આંકડા પ્રમાણે અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 10,10,356 થઈ છે.  જ્યારે 56,797 લોકોના મોત થયા છે અને 1,38,990 લોકો સાજા થઈ ગયા છે. અમેરિકામાં ન્યૂયોર્કમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કમાં બે લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે અને 22,623 લોકોના મોત થયા છે.


જે પછી 6044 મોત અને કુલ 1,11,188 સંક્રમિત મામલા સાથે ન્યૂજર્સી બીજા સ્થાન પર છે. જ્યારે 40 હજારથી વધારે કેસ ધરાવતાં રાજ્યોમાં મેસાચુસેટ્સ, કેલિફોર્નિયા અને પેંસિલ્વેનિયા સામેલ છે.

વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 30 લાખને પાર કરી ગઈ છે. તાજા આંકડા પ્રમાણે વિશ્વભરમાં કોરોના સંક્રમણના 30,64,225 મામલા સામે આવ્યા છે. જ્યારે 2,11,537 લોકોના મોત થયા છે અને 9,22,387 લોકો સાજા થઈ ગયા છે.