પાકિસ્તાનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. એક તરફ અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનો દર 150 રૂપિયા સુધીના નીચલા સ્તરે આવી ગયો છે ત્યારે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે.
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર મોંઘવારી કે પાકિસ્તાની રૂપિયાનું અવમૂલ્યન રોકી શકવામાં અસમર્થ છે. દૂધના એક લિટરનો ભાવ 190 રૂપિયા, સંતરાં 360 રૂપિયા, લીબું અને સફરજન 400 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કેળાં 150 રૂપિયે ડઝનના ભાવે વેચાઈ રહ્યા છે.
માંસનો ભાવ તો 1,100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જેના કારણે પાકિસ્તાનીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. માર્ચની તુલનામાં હાલમાં કાંદાના ભાવ 40 ટકા, ટામેટાંના 20 ટકા, મગની દાળ 13 ટકા વધી ગયા છે.
ગોળ, ખાંડ, ફળ, માછલી, મસાલા, ઘી, ચોખા, લોટ, તેલ, ચા અને ઘઉંની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે.