G-20 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલા G20 સમ્મેલનમાં હાજરી આપીને આવ્યા. પીએમ મોદીની હાજરીએ G20 સમ્મેલનમાં શામેલ થયેલા તમામ દેશોને ખાસા પ્રભાવિત કર્યા. G20 સંયુક્ત સંબધનમાં અમેરિકાએ જે પ્રકારે પીએમ મદીની પ્રશંસા કરી તેનાથી જ આ વાત ઘણે ખરે અંશે છતી થાય છે. અમેરિકાએ આજનો યુગ યુદ્ધ નો નથી ના નિવેદન બદલ પીએમ મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી.
અમેરિકાએ જણાવ્યું હતું કે, 'ભારતે ઇન્ડોનેશિયામાં તાજેતરમાં પૂર્ણ થયલા G-20 સમિટની બાલી ઘોષણા પત્ર વાટાઘાટોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતે સમિટના ઘોષણા પત્ર પર વાટાઘાટો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ. આપણી પાસે અન્ય પ્રાથમિકતાઓ વચ્ચે વ્યવહારૂ વૈશ્વિક અર્થવ્યવસ્થાના નિર્માણ માટેના આપણા પ્રયાસો યથાવત રાખી વર્તમાનની ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પડકારોને પહોંચી વળવાનો એક માર્ગ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ પરત ફર્યા હતા. ભારત 2023માં G-20ની અધ્યક્ષતા કરશે. G-20ના તમામ સભ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું કહેવું છે કે, G-20ના ઈતિહાસમાં ભારતનું પ્રમુખપદ મહત્વપૂર્ણ સાબિત થશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારેન જીન-પિયરે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મોદીના સંબંધો આ પરિણામ માટે મહત્વપૂર્ણ હતા અને અમે આવતા વર્ષે ભારત દ્વારા કરવામાં આવનારી G-20ના અધ્યક્ષતા દરમિયાન સહયોગ કરવા આતુર છીએ. અમે આગામી બેઠકની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે, બાઈડેને સમિટથી અલગ પીએમ મોદી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે વાતચીત કરી હર્તી.
PM મોદીએ આ દેશોના નેતાઓ સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ઘણા દેશોના નેતાઓને મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અલ્બેનિઝ સાથે બંને દેશો વચ્ચે શિક્ષણ, નવાચાર અને અન્ય ક્ષેત્રોમાં સહકાર પર ધ્યાન આપવાની સાથે વ્યાપક રણનૈતિક ભાગીદારીને બંને દેશો વચ્ચે મજબુત કરવાની રીત પર પણ ચર્ચા કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને પીએમ મોદીની બેઠક દરમિયાન વ્યવસાયક જોડાણ વધારવા, ભારતના સંરક્ષણ સુધારાના સંદર્ભમાં સુરક્ષા સહયોગના વ્યાપને વિસ્તારવા અને લોકો થી લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની તકો પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે પણ વાતચીત કરી હતી અને બંને નેતાઓએ આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો શોધવા પર ચર્ચા કરી હતી.