International Men’s Day 2022: આજે દુનિયા આંતરરાષ્ટ્રીય મેન્સ ડે મનાવી રહી છે, વૂમન્સ ડેની જેમ હવે સમાજમાં પુરુષોનું પણ શું મહત્વ છે, તેના કારણે આ દિવસને મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે પરિવારમાં પુરુષોના મહત્વ અને યોગદાનને સમજવા માટે 19 નવેમ્બરના દિવસે ઇન્ટરનેશનલ મેન્સ ડે મનાવવામાં આવે છે. 


ખાસ વાત છે કે, ઇન્ટરનેશનલ મેન્સ ડે છ સ્તંભો પર આધારિત છે, જે સમાજમાં પુરુષોની સકારાત્મક છબી દર્શાવે છે, આ દિવસ, સમાજ, સમુદાય, પરિવાર, વિવાહ, બાળકોની દેખરેખ, અને પર્યાવરણામં પુરુષોનુ ખાસ યોગદાન રહ્યું છે. આ દિવસ મેન્સ લેંગિક સમાનતાને પણ પ્રોત્સાહિત કરે છે. ઇન્ટરનેશનલ મેન્સ ડેનો ઇતિહાસ અને ઉદેશ્ય ખુબ રોચક છે. 


ઇન્ટરનેશનલ મેન્સ ડેનો ઇતિહાસ
ઇન્ટરનેશનલ મેન્સ ડે સૌથી પહેલીવાર 1999માં ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં વેસ્ટ ઇન્ડિઝ વિશ્વવિદ્યાલયના ઇતિહાસના પ્રૉફેસર ડૉ. જેરોમ ટીલકસિંહ દ્વારા પોતાના પિતાના જન્મદિવસ પર સેલિબ્રેટ કરવા માટે મનાવવામાં આવ્યો હતો. આ દિવસને તેમને પુરુષોના મુદ્દાને ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં 19 નવેમ્બર, 2007માં પહેલીવાર ઇન્ટરનેશનલ મેન્સ ડે મનાવવામાં આવ્યો. 


ઇન્ટરનેશનલ મેન્સ ડેનુ મહત્વ 
ઇન્ટરનેશનલ મેન્સ ડેનો મુખ્ય ઉદેશ્ય પુરુષોની ભલાઇ અને સ્વાસ્થ્ય, તેમના સંઘર્ષો અને એવી સામાજિક કન્ડીશન વિશે સમાજને બતાવવાનું છે, જે પુરુષો વરસોથી સહી રહ્યાં છે. આ દિવસે પુરુષોમાં થઇ રહેલા ભેદભાવ વિશે પણ વાત કરવામાં આવે છે. 


આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણીના ઉદ્દેશ્યો 'ઓલ ધ સિક્સ પિલર્સ ઓફ ઈન્ટરનેશનલ મેન્સ ડે'માં દર્શાવવામાં આવ્યા છે. તે છોકરાઓ અને પુરુષોના જીવન, સિદ્ધિઓ અને યોગદાનની ઉજવણી કરવાનો પ્રસંગ છે, ખાસ કરીને રાષ્ટ્ર, સંઘ, સમાજ, સમુદાય, કુટુંબ, લગ્ન અને બાળઉછેરમાં તેમના યોગદાન માટે. ઇવેન્ટનો વ્યાપક અને અંતિમ ઉદ્દેશ્ય પુરુષોની સમસ્યાઓ પ્રત્યે મૂળભૂત જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.